2 જુલાઈએ છે હળહારિણી અમાસ, આ ઉપાયોથી દૂર થઇ જશે તમારી દરેક સમસ્યા.

0
1510

અષાડ માસની અમાસ આ વર્ષે ૨ જુલાઈના રોજ આવી રહી છે. આ અમાસને હળહારિણી અમાસના નામથી પણ ઓળખવામાં આવે છે અને તે દિવસે ખેડૂતો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વખતે આ અમાસ મંગળવારના દિવસે આવી રહી છે, જેને લઈને હળહારીણી અમાસના દિવસે ભૌમવતી અમાસના યોગ પણ ઉભા થઇ રહ્યા છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાયોનો લાભ તરત જ મળી જાય છે અને જીવનમાંથી દરેક તકલીફ દુર થઇ જાય છે. એટલા માટે તમે અષાડ માસની અમાસના દિવસે નીચે જણાવવામાં આવેલા ઉપાયો જરૂર કરો.

કરો આ ઉપાય દુર થઇ જશે દરેક સમસ્યા :-

કરાવો બ્રાહ્મણોને ભોજન

અષાડ માસની અમાસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું ઘણું શુભ ફળ આપે છે. એટલા માટે તમે આ દિવસે ૧૧ બ્રાહ્મણોને ભોજન જરૂર કરાવો. તે ઉપરાંત અષાડ માસની અમાસ વખતે પિતૃની તિથી પણ મનાવવામાં આવે છે અને તે દિવસે ભોજન ધૂપ કે અગરબત્તી કરવી અને કાગડાને ભોજન કરાવવું ફાયદાકારક લાભ આપે છે અને પિતૃ તરફથી આપણેને આશીર્વાદ મળે છે.

ગરીબ લોકોને ભોજન કરાવો :-

તે દિવસે મંદિર બહાર બઠેલા ગરીબ લોકોને ભોજન કરાવવાથી પાપ એકદમ દુર થઇ જાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તમે આ દિવસે સવારે સ્નાન કરીને તાજુ ભોજન બનાવો અને આ ભોજનનો ભોગ મંદીરમાં જઈને પહેલા ભગવાનને ચડાવો અને પછી આ ભોજનને ગરીબ લોકોને વહેચી દો.

માછલીઓને નાખો ખાવાનું :-

અષાડ માસની અમાસના દિવસે તમે તળાવ કે નદીએ જઈને લોટની ગોળીઓ માછલીઓને ખવરાવી દો. આ ઉપાય કરવાથી તમારા જીવનની તમામ તકલીફો દુર થઇ જશે.

પ્રગટાવો ઘીનો દીવડો :-

તે દિવસે ઘરમાં ઘીનો દીવડો પ્રગટાવવો ઘણું શુભ માનવામાં આવે છે અને એમ કરવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે. તમે અષાડ માસની અમાસની સાંજે તમારા ઘરના ઇશાન ખુણામાં ઘીનો દીવડો પ્રગટાવી દો. આ દીવડામાં રૂ ને બદલે લાલ રંગના દોરાનો ઉપયોગ કરો અને આ દીવડાની અંદર કાળા મરી નાખી દો. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ધનની પ્રાપ્તિ થશે.

કરો ગંગાજળમાં સ્નાન :-

અમાસના દિવસે સ્નાન કરવા વાળા પાણીની અંદર થોડું ગંગાજળ ભેળવી દો અને આ પાણીથી સ્નાન કરો. તે ઉપરાંત આ દિવસે કોઈ પવિત્ર નદીમાં ડૂબકી લગાવવી પણ શુભ માનવામાં આવે છે અને એમ કરવાથી તમામ પાપોમાંથી છુટકારો મળી જાય છે.

કીડીઓને નાખો સાકર :-

અષાડ માસની અમાસના દિવસે તમે કીડીઓને સાકર કે ગોળ ખવરાવી દો. આ દિવસે આ ઉપાય કરવાથી તમારી તમામ મનોકામનાઓ પૂરી થઇ જશે અને તમારા દરેક કાર્ય સફળ થઇ જશે.

કરો હનુમાન ચાલીસાના પાઠ :-

અષાડ માસની અમાસના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને ત્યાં હનુમાનજીને ચોલા ચડાવી દો અને પછી હનુમાન ચાલીસાના પાઠ કરો. હનુમાન ચાલીસાના પાઠ કર્યા પછી તમે હનુમાનજીની મૂર્તિ સામે એક ચમેલીના તેલનો દીવડો પ્રગટાવી દો અને દીવડો પ્રગટાવી તમારા મનમાં મનોકામનાઓ બોલી દો. હનુમાનજી તમારી મનોકામના પૂરી કરી દેશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.