2 ફૂટના વરરાજાને મળી 6 ફૂટની પત્ની, રિસેપ્શનમાં પહોંચ્યા 13 દેશોના લોકો, વિડીયો થયો વાયરલ

0
664

કહેવાય છે કે પ્રેમમાં બે દિલોનું મળવું વધારે મહત્વ રાખે છે, પ્રેમ દિલથી થાય છે શરીર જોઈને નહિ. ઘણી વાર જોવામાં આવ્યું છે કે, છોકરી છોકરાની સરખામણીમાં વધારે સુંદર હોય છે, અથવા છોકરો છોકરીની સરખામણીમાં વધારે સુંદર હોય છે. બંને પરિસ્થિતિમાં લગ્ન થાય છે, પણ શું થાય જયારે 2 ફૂટના વરરાજાને 6 ફૂટની પત્ની મળી જાય?

એવું જ થયું છે બુરહાન ચિશ્તી (બોબો) સાથે. એમના લગ્ન સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચામાં રહ્યા છે. એમના લગ્નના અમુક ફોટા અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, બુરહાનના નસીબ ચમકી ગયા છે.

આ અનોખા અને શાનદાર લગ્નનો એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ચકિત છે કે 2 ફૂટના વરરાજાને પરી જેવી સુંદર 6 ફૂટની પત્ની મળી છે. આ વિડીયો એમના લગ્નનો છે, જ્યાં તે એક પંજાબી ગીત પર ધમાકેદાર ડાન્સ કરતા જોવા મળ્યા અને તે પણ લગભગ 6 ફૂટની સુંદર છોકરી સાથે. બુરહાન ચિશ્તી નોર્વેમાં રહે છે.

મૂળ પાકિસ્તાનના બુરહાન ચિશ્તી જેમની લંબાઈ બે ફૂટ છે, એમના લગ્ન 6 ફૂટ લાંબી ફૌજિયા સાથે થયા. સૌથી ખાસ વાત એ છે કે, આ લગ્ન કોઈ અરેન્જ મેરેજ નહીં પણ લવ મેરેજ છે. આ લગ્ન નોર્વેની રાજધાની ઓસ્લોમાં થયા, જેમાં 13 દેશના લોકો શામેલ થયા.

ચિશ્તીને લોકો પ્રેમથી બોબો બોલાવે છે. તે પોલિયોના દર્દી છે અને બાળપણથી તે ઓસ્લોમાં રહે છે. બોબો નોર્વેમાં અભિનેતા સલમાન ખાનના બીઈંગ હ્યુમન કેમપેઈનનું પ્રતિનિધિત્વ કરે છે. બુરહાન ચિશ્તીને 2017 માં મોસ્ટ ઈન્સ્પિરેશન મેનનો એવોર્ડ પણ મળી ચુક્યો છે.

ફૌજિયા પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રહેવા વાળી છે. બોબો બાળપણમાં પોલિયોના શિકાર થઈ ગયા હતા. એ પછી તે વહીલચેર પર પોતાનું જીવન પસાર કરવા લાગ્યા, પણ પોતાના જીવનમાં તે ખુબ મસ્તી કરે છે. બુરહાન ચિશ્તી જ્યારે પણ કોઈ સેલિબ્રિટીને મળે છે, તો એમના ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરવાનું નથી ચુકતા. નોર્વેની રાજધાની ઓસ્લોમાં એમણે ધામધૂમથી લગ્ન કર્યા. અહીં એમના ડાન્સનો વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

મીડિયામાં આવેલા સમાચારો અનુસાર, એમના લગ્નના રિસેપ્શનમાં 13 દેશોના લોકો આવ્યા હતા અને બુરહાન ચિશ્તી એટલે કે બોબો સાથે લગ્ન કરવા વાળી ફૌજિયાએ બોબો સાથે પોતાના પ્રેમનો એકરાર કરવા માટે પોતાના હાથ પર એમના નામનું ટેટુ બનાવ્યું છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.