2 બાળકો પછી લીધા છૂટાછેડા પણ 40 ની ઉંમરમાં પણ મચાવે છે તરખાટ, ફિલ્મી સ્ટાઈલથી શરુ થઇ હતી લવ સ્ટોરી

0
2698

આજકાલના સમયમાં બોલીવુડમાં ઘણા કલાકારો છૂટાછેડા લેતા જોવા મળે છે, પરંતુ આ એક એવી જોડી છે, જેમણે લગ્નના ૧૪ વર્ષ સાથે પસાર કરી બે બાળકો થયા પછી છુટા છેડા લીધા છતાં પણ તે બન્ને એકબીજા સાથે પહેલા કરતા પણ વધુ પ્રેમ પૂર્વક જોવા મળી રહ્યા છે.

બોલીવુડમાં જાણીતા કલાકાર રિતિક રોશન અને તેની પતિ સુજૈન ખાન ઘણા લાંબા સમયથી દોસ્ત હતા, ત્યાર પછી બન્નેએ ઘણા સમય સુધી એક બીજાને ડેટ કર્યા અને પછી લગ્ન કરી લીધા. રિતિક અને સુજૈનની લવ સ્ટોરી એકદમ ફિલ્મ જેવી હતી. રિતિકે સુજૈનને એક ટ્રાફિક સિગ્નલ ઉપર જોઈ હતી અને તેને જોતા જ રિતિકને સુજૈન સાથે પ્રેમ થઇ ગયો હતો.

૨૦ ડીસેમ્બર ૨૦૦૦માં બન્નેએ લગ્ન કરી લીધા હતા, પરંતુ લગ્નના ૧૪ વર્ષ પછી બન્નેએ છૂટાછેડા લઇ લીધા, આમ તો પોતાના બાળકોને કારણે જ બન્ને હજુ પણ એક સારા મિત્રની જેમ મળતા રહે છે. જ્યાં રિતિક બોલીવુડના મોસ્ટ હેંડસમ હંકમાંથી એક છે. તો તે સુજૈન પણ સુંદરતાની બાબતમાં કોઈનાથી ઓછી નથી. ૪૦ વર્ષની ઉંમરમાં પણ સુજૈનની સુંદરતા જોવા જેવી છે. જુવો સુજૈનના ફોટા.

વાત કરીએ સુજૈન અને રિતિકના સંબંધોની તો જયારે બન્નેના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા હતા. તો કોઈને વિશ્વાસ આવતો ન હતો કે બન્ને આટલા વર્ષો સુધી એકબીજા સાથે રહ્યા પછી જુદા થઇ રહ્યા છે. પરંતુ સુજૈનને જયારે તેના અને રીતીકના છુટા થવા વિષે પૂછવામાં આવ્યું, તો સુજૈને જણાવ્યું કે, અમે અમારા જીવનના એ સ્ટેજ ઉપર પહોચી ચુક્યા હતા, જેમા અમે નક્કી કર્યું છે કે અમારે જુદા રહેવું જ સારું રહેશે.

અમે એવું નક્કી કર્યું કે એક ખોટો સંબંધ નિભાવવાને બદલે અમે અમારા પોત પોતાના જીવનમાં ખુશ રહીએ અને જુદા થઇ જઈએ. એ પણ જણાવી આપીએ કે જ્યારથી બન્ને જુદા થયા છે, તેમની વચ્ચે સંબંધ વધુ મજબુત બન્યો છે. બન્ને હંમેશા સાથે જોવા મળે છે. તે વાત અંગે જયારે સુજૈનને પૂછવામાં આવ્યું. તો તેમણે જણાવ્યું કે જ્યારથી અને બન્નેએ એક બીજાથી જુદા રહેવાનો નિર્ણય કર્યો છે, ત્યાર પછી જ અમારી વચ્ચે પહેલા કરતા વધુ વાતો થાય છે.

અમે કદાચ પહેલા પણ આટલી વાતો કરતા ન હતા જેટલી અત્યારે કરીએ છીએ. સુજૈને જણાવ્યું કે તે બન્ને પોતાના બાળકોને લીધે વધુ ગંભીર છે. જયારે પણ બાળકોની વાત આવે છે. તે વખતે અમે બન્ને એક બીજા સાથેના મતભેદો ભૂલી જઈએ છીએ અને તેમના વિષે વિચારવું અમારા માટે મહત્વનું બની જાય છે.

સમાચારોના જણાવ્યા મુજબ જેવી રીતે સુજૈન અને રિતિક વચ્ચે હાલના દિવસોમાં એકબીજા સાથે મળવાનું વધી રહ્યું તે જોઇને એવું લાગે છે કે કદાચ સુજૈન અને રિતિક ફરીથી એક થઇ શકે છે. સુજૈનનું નામ અર્જુન રામપાલ સાથે જોડાવા લાગ્યું હતું સાંભળવા મળી રહ્યું હતું કે અર્જુન સાથે વધતા સંબંધોને કારણે જ રિતિક અને સુજૈન જુદા થયા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.