2.76 લાખ રૂપિયામાં મળી રહી છે 25 KMની એવરેજ વાળી કાર, કંપની આપી રહી છે જબરજસ્ત ડિસ્કાઉંટ

0
4929

આજકાલ દેશમાં ઘણા ઓદ્યોગિક ક્ષેત્રોમાં મંદી ચાલી રહી છે, જેને કારણે ઘણી મોટી મોટી કંપનીઓને તેનો માર પડી રહ્યો છે, અને તેમાં પણ ઓટો મોબાઈલ ક્ષેત્રમાં તેની અસર ઘણી જોવા મળી રહી છે, હાલમાં જ ઘણી કંપનીઓએ મંદીને કારણે તેમના ઘણા કારીગરોને પણ છુટા કરી રહી છે, અને જે ખાસ કરીને ઓટો મોબાઇલ ક્ષેત્રમાં વધુ જોવા મળે છે, તેથી તે કંપનીઓ આ મંદીને પહોચી વળવા માટે પોતાની પાસે રહેલા વાહનો ઉપર ઘણી છૂટ આપીને વાહનોનું વેચાણ કરી રહી છે. હાલમાં જ આવા પ્રકારની ઘણી ઓફર્સ બહાર પડી રહી છે.

દેશમાં ફેસ્ટીવલ સીઝન શરુ થવાનું છે, તેવામાં મોટાભાગની કાર કંપનીઓ પોતાના ગ્રાહકો માટે ઘણી સારી ઓફર્સ અને ડિસ્કાઉંટ લઈને આવે છે. ફેસ્ટીવલ સીઝન પહેલા જ કાર નિર્માતા કંપનીઓ Renault પોતાની નાની કાર Kwid ઉપર કાંઈ ખાસ ઓફર્સ બહાર પાડી છે, જેનો ફાયદો તમે ઉઠાવી શકો છો.

જો તમે આ દિવસોમાં Renault Kwid ખરીદવાનું વિચારી રહ્યા છો, તો કંપની તરફથી તમામ કાર ઉપર ૪ લાખ કી.મી.ની વારંટી મળશે. તે ઉપરાંત Paytm થી આ કારને બુક કરાવવા ઉપર તમને ૬૫૦૦ રૂપિયાનું કેશબેક મળશે. દિલ્હીમાં Kwid ની એક્સ-શો રૂમની કિંમત ૨.૭૬ લાખ રૂપિયાથી શરુ થાય છે.

Kwid પોતાના સેગમેંટની પહેલી એવી કાર છે, જેમાં ૭ ઇંચની ટચસ્ક્રીન ઈંફોટેન મેંટ સીસ્ટમ આપવામાં આવી હતી. અને આ Apple CarPlay અને Android Auto જેવા ફીચર્સને સપોર્ટ કરે છે. સેફટી માટે તેમાં એંટી લોક બ્રેકીંગ સીસ્ટમ, EBD, ડ્રાઈવર અને પેસેન્જર સાઈડ એયરબેગ્સ, સીટ બેલ્ટ રિમાંડર, સ્પીડ એલર્ટ જેવા ફીચર્સ રહેલા છે.

એન્જીનની વાત કરીએ તો રેનો ક્વીડમાં ૮૦૦cc અને ૧.૦ લીટરનું એન્જીન મળે છે. તેનું ૮૦૦cc એન્જીન ૨૫.૧૭ કી.મી. પ્રતિ લીટરનું માઈલેજ આપે છે. અને ૧.૦ લીટર એન્જીનના મેનુઅલ વેરીએંટમાં ૨૪.૦૪ કી.મી. પ્રતિ લીટરનું માઈલેજ મળે છે. જયારે ૧.૦ લીટર એન્જીનનું ઓટોમેટીક ટ્રાંસમિશન (ATM) વેરીએંટ ૨૩.૦૧ કી.મી. પ્રતિ લીટરનું માઈલેજ આપે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.