લગ્નના 17 દિવસ પછી પત્ની કરવા લાગી પ્રેમી સાથે રહેવાની જીદ, તો પતિએ ભર્યું આવું પગલું.

0
152

સાસરે ગયાના થોડા દિવસમાં જ પોતાના પ્રેમી પાસે જવાની જીદ કરવા લાગી, પતિએ ભર્યું એવું પગલું કે બધા ચોંકી ગયા.

લગ્નના થોડા દિવસો પછી જ એક કન્યાએ પોતાના સાસરે રહેવાની ના કહી દીધી. જયારે છોકરીને તેનું કારણ પૂછવામાં આવ્યું તો તેણીએ જણાવ્યું કે, તે કોઈ બીજાને પ્રેમ કરે છે અને આ લગ્નથી ખુશ નથી. નવપરણિત વહુની એ વાત સાંભળીને સાસરી વાળા અને તેના પતિના હોશ ઉડી ગયા. તેમણે તેને સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ તે ન માની. ત્યાર પછી પતિએ કાંઈક એવું કર્યું કે જેથી બધાના હોશ ઉડી ગયા.

સમાચાર મુજબ રાંચીના હરમુ રોડ પર આવેલા ન્યુ આનંદ નગરની રહેવાસી યુવતીનો પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. કુટુંબ વાળાને જયારે એ વાતની જાણ થઇ તો તેમણે તેના લગ્ન ક્યાંક બીજે નક્કી કરી દીધા. ત્રણ જુલાઈના રોજ ધામધૂમ પૂર્વક કુટુંબ વાળાએ લગ્ન કર્યા.

યુવતીના ઘરવાળાએ તેની મરજી વિરુદ્ધ આ લગ્ન નક્કી કર્યા હતા અને તે આ લગ્નથી ખુશ ન હતી. કુટુંબ વાળાને લાગ્યું કે લગ્ન થઇ ગયા પછી તે પોતાની જીદ છોડી દેશે અને આનંદથી પતિ સાથે રહેવા લાગી જશે. પણ સાસરે ગયા પછી પણ છોકરી સતત મોબાઈલ ફોનના માધ્યમથી તેના પ્રેમીના સંપર્કમાં હતી. અને એક દિવસ સાસરી વાળાને તેના પ્રેમ પ્રસંગ વિષે જાણ થઇ ગઈ.

લગ્નના થોડા દિવસ પછી જ છોકરી તેના પિયર આવી ગઈ અને તેના સાસરે જવાની ના કહી દીધી. જયારે છોકરીને તેનો પતિ લેવા આવ્યો તો તેણે પ્રેમી સાથે રહેવાની વાત કરી. પણ કુટુંબના દબાણમાં આવીને તે સાસરે જવા માટે રાજી થઇ ગઈ અને 19 જુલાઈના રોજ તે સાસરે જતી રહી.

સાસરે ગયા પછી પ્રેમી સાથે રહેવાની જીદ કરવા લાગી. તેને સમજાવવાના ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા પણ તે માની નહિ. અથાગ પ્રયત્ન કરવા છતાં પણ તે ન માની. પછી તેના પતિએ કાંઈક એવું કરી દીધું જેની કલ્પના કોઈએ કરી ન હતી. પતિએ તેને તેના પ્રેમીના ઘરે મૂકી આવવાનો નિર્ણય કર્યો. સાથે જ એક એગ્રીમેંટ પણ બનાવ્યું. જેની ઉપર સહી કરાવવામાં આવી અને પછી તેને પ્રેમીના ઘરે મૂકી આવ્યા.

છોકરી ખુશ થઈને તેના પ્રેમી સાથે રહેવા જતી રહી અને પ્રેમીએ પણ તેને અપનાવી લીધી. કહેવામાં આવી રહ્યું છે કે, બંને વચ્ચે લગભગ દોઢ વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યા હતા. તે બંને એક બીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પણ છોકરીના કુટુંબ વાળાએ ના કહી દીધી અને તેના લગ્ન ક્યાંક બીજે નક્કી કરી દીધા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.