16 રાજ્યોમાં 61,000 કિલોમીટરની યાત્રા કરીને, પુલવામાં શહીદોના ઘરેથી માટી લઇ આવ્યો આ વ્યક્તિ

0
167

કશ્મીરના લેથપોરામાં શુક્રવારે સીઆરપીએફએ 1 વર્ષ પહેલા પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. આ શ્રદ્ધાંજલિ સભામાં એક ખાસ વ્યક્તિ પણ હાજર હતા જેમનું નામ છે ઉમેશ ગોપીનાથ જાધવ.

બેંગલુરુના ઉમેશે 2019 નો મોટાભાગનો સમય ટ્રાવેલિંગમાં પસાર કર્યો. એક રિપોર્ટ અનુસાર, જાધવ વ્યવસાયે ગાયક છે. તે અજમેરમાં એક કોનસર્ટ પછી બેંગલુરુમાં આવેલા પોતાના ઘરે જઈ રહ્યા હતા. તારીખ હતી 14 ફેબ્રુઆરી. જયપુર એયરપોર્ટ પર ટીવી સ્ક્રીન પણ તેમણે સીઆરપીએફના કાફલા પર હુમલાના સમાચાર જોયા. તેની તેમના પર ખુબ ગંભીર અસર પડી.

જાધવે 61 હજાર કિલોમીટર સુધી મુસાફરી કરી અને એક-એક શહીદ જવાનના ઘરે ગયા. જાધવ પોતાની આ સફરને ‘તીર્થ યાત્રા’ કહે છે.

‘દરેક જવાનના ઘરની માટી ભેગી કરવામાં આખું 2019 લગાવી દીધું. આ બધું આ કળશમાં છે.’ – ઉમેશ ગોપીનાથ જાધવ

કશ્મીર જતા સમયે, દિલ્લીમાં જાધવે ટાઈમ્સ ઓફ ઈંડિયાને જણાવ્યું કે, આ યાત્રા તેમના માટે બધું જ છે.

લેથપોરામાં થયેલા શ્રદ્ધાંજલિ સમારોહમાં જાધવે કહ્યું, ‘મને ગર્વ છે કે હું પુલવામા શહીદોના પરિવારને મળ્યો અને તેમના આશીર્વાદ લીધા. માતા-પિતાએ દીકરા ખોયા, પત્નીએ પતિ, બાળકોએ પિતા ખોયા, મિત્રોએ મિત્ર ખોયા. મેં તમને ઘરેથી અને અંતિમ સંસ્કારના સ્થળેથી મળેલી માટી ભેગી કરી છે.’

જાધવે એ પણ જણાવ્યું કે, પુલવામા ઘટનાએ તેમના પર એટલો ઊંડો પ્રભાવ પાડ્યો કે, તે ઘણી રાત સુધી ઊંઘી ન શક્યા અને તેમણે શહીદોના પરિવારને મળવાનો નિશ્ચય કર્યો. જાધવ એકલા જ 9 એપ્રિલ, 2019 ના રોજ પોતાની ગાડી લઈને નીકળી પડ્યા અને 16 રાજ્યોમાં 40 શહીદોના પરિવારને મળ્યા.

જાધવની આ યાત્રા સરળ ન હતી. શહીદોના ઘરની જાણકારી મેળવવા માટે તેમણે ઘણી મહેનત કરવી પડી, કારણ કે અમુક શહીદોના ઘર દૂર-દૂરના વિસ્તારોમાં હતા. ઘણી વાર જાધવ પોતાની ગાડીમાં જ ઉંઘયા કારણ કે તે હોટલનો ખર્ચ ઉપાડી શકતા ન હતા.

જાધવે પુલવામા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.