16 જુલાઈએ થવાનું છે ચંદ્ર ગ્રહણ, આ સમયે ભૂલથી પણ ન કરો આ કામ.

0
1965

આ પૃથ્વીના સર્જનના અસંખ્ય વર્ષો થઇ ગયા છે, અને અનેક પ્રકારની ભૌગોલીક પરિસ્થિતિઓ પણ આવતી રહી હશે. તેનાથી એક સ્થિતિ છે, ગ્રહણ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ, આ વર્ષે પણ ચંદ્રગ્રહણ લાગવાનુ છે.

આ ચંદ્રગ્રહણમાં ઉભા થવાના છે, થોડા એવા યોગ જે આજથી ૧૪૯ વર્ષ પહેલા થયું હતું

જુલાઈ મહિનામાં બીજી વખત ૧૬-૧૭ જુલાઈના રોજ ચંદ્રગ્રહણ લાગવાનું છે. આ પહેલા ૨ જુલાઈના રોજ ચંદ્રગ્રહણ લાગવાનું હતું. આમ તો સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળ્યું ન હતું. પરંતુ ૧૬-૧૭ જુલાઈના રોજ લાગવા વાળું ચન્દ્રગ્રહણ ભારતમાં જોવા મળશે. ભારત ઉપરાંત આ ચંદ્રગ્રહણ યુરોપ, ઓસ્ટ્રેલીયા, આફ્રિકા અને દક્ષીણ અમેરિકામાં પણ જોવા મળશે. ભારતમાં આ ચંદ્રગ્રહણ ત્રણ કલાક રહેશે. તેની સાથે જ આ ચંદ્રગ્રહણને લઈને ઘણા એવા યોગ પણ ઉભા થઇ રહ્યા છે. જે ઘણા વર્ષો પછી જોવા મળશે.

૧૪૯ વર્ષો પછી ફરીવખત થશે આવા યોગ :-

૧૬-૧૭ જુલાઈએ લાગનારા ચંદ્રગ્રહણ ઉપર થોડા વિશેષ યોગ ઉભા થઇ રહ્યા છે. તે પહેલા આ યોગ ૧૪૯ વર્ષ પહેલા થયા હતા. અત્યાર પહેલા આ ચંદ્રગ્રહણ ૧૪૯ વર્ષ ગુરુ પૂર્ણિમા ઉપર લાગ્યું હતું. તે સમયે જયારે ચંદ્રગ્રહણ લાગ્યું હતું ત્યારે ચંદ્રમાં શની અને કેતુ સાથે ધન રાશિમાં રહેલા હતા. જયારે સૂર્ય રાહુ સાથે મિથુન રાશિમાં રહેલા હતા.

ચંદ્રગ્રહણ ઉપર સુતકનો સમય :-

હિંદુ માન્યતા મુજબ જ્યારે પણ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ લાગે છે, તો સુતક શરુ થઇ જાય છે. જયારે પણ ચંદ્રગ્રહણ લાગવાનું હોય છે, તો તે સુતક ૧૨ કલાક પહેલાથી શરુ થઇ જાય છે. અને ચંદ્રગ્રહણ લાગવાની સ્થિતિમાં આ સુતક ૯ કલાક પહેલા જ શરુ થઇ જાય છે. આ જ્યોતિષ ગણતરી મુજબ ચંદ્રગ્રહણના સુતક કાળ બપોરે ૧.૩૦ વાગ્યાથી શરુ થઇ જાય છે. ગુરુ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણ એક સાથે હોવાથી ગુરુ પૂજાનો કાર્યક્રમ પણ સુતક લાગતા પહેલા સુધી જ થશે.

ગ્રહણ દરમિયાન થોડી સાવચેતી :-

હિંદુ ધર્મમાં ગ્રહણ લાગવા અને તેના લાગતા પહેલા થનારા સુતકને લઈને ઘણા બધા નિયમો છે. જેનું પાલન દરેક કરે છે. ગ્રહણના સમયે અમુક કાર્યો કરવાની મનાઈ હોય છે. વૈજ્ઞાનિક અને ધાર્મિક દ્રષ્ટિકોણ બંનેમાંથી આ વાતોને સાચી ગણાવવામાં આવી છે. તો આવો જાણીએ ગ્રહણના સમયે તમારે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ.

ગ્રહણ દરમિયાન માથામાં તેલ ન નાખવું, તેની સાથે જ ખાવાનું બનાવવા અને ખાવાનું ખાવું બંને જ કામ ન કરવા જોઈએ.

ગ્રહણ દરમિયાન વાયુમંડળમાં બેક્ટેરિયા અને સંક્રમણનો પ્રકોપ ઝડપથી વધી જાય છે. તેવા માં ભોજન કરવાથી સંક્રમણ વધુ થવાની શક્યતા રહે છે. એટલા માટે ગ્રહણ દરમિયાન ભોજન ખાવાથી દુર રહેવું જોઈએ.

ગ્રહણના સમયે પતિ પત્નીએ શારીરિક સંબંધ કોઈપણ કિંમતે ન બાંધવા જોઈએ. તે દરમિયાન ગર્ભ રહી જાય તો સંતાન વિકલાંગ કે માનસિક રીતે ક્ષતિગ્રસ્ત સુધી થઇ શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.