16.3 કરોડ પરિવારોને માટે આવી ગઈ છે ખુશખબરી, વાંચો અને શેયર જરૂર કરજો જેથી કોઈકને કામ લાગે

0
2737

સરકાર પાસે એટલા મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો પડેલો છે કે તેની જાળવણી માટે ખુબ મોટી રકમનો ખર્ચ થઇ જાય છે.

મોટા જથ્થાનું નિયમન કરવા માટે મોદી સરકાર ટૂંક સમયમાં લઇ શકે છે નિર્ણય :-

કેન્દ્ર સરકાર ખાદ્ય પદાર્થોના ઓછા સ્ટોકને દુર કરવા માટે ટૂંક સમયમાં જ સબસીડી ઉપર આપવામાં આવતા ખાદ્ય પદાર્થોના પ્રમાણમાં વધારો કરી શકે છે. સાથે જ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના લાભાર્થીઓ માટે માસિક રાશનમાં ખાંડ પણ ઉમેરવામાં આવી શકે છે. સરકારના આ નિર્ણયથી લગભગ ૧૬.૩ કરોડ પરિવારને લાભ થઇ શકે છે.

કેન્દ્રીય કેબીનેટ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ લાભાર્થી ઓને આપવામાં આવતા માસિક કોટામાં ૨ કિલો લાભાર્થી દીઠ વધારો કરી શકે છે. જો એવું થાય છે, તો દરેક લાભાર્થીને પાંચ કિલોગ્રામ રાશન મળશે. તેનાથી લગભગ ૮૧ કરોડ લોકોને વધુ ઘઉં અને ચોખા મળી શકશે. સાથે જ સરકાર લગભગ ૧૯ કરોડ પરિવારને કામચલાઉ ધોરણે સબસીડી વાળી ખાંડ આપવાનો નિર્ણય લઇ શકે છે. હાલમાં માત્ર ૨.૪ કરોડ ગરીબ પરિવારોને સબસીડી વાળી ખાંડ આપવામાં આવે છે.

૧ રૂપિયાના કિલોના ભાવે મળે છે આખું અનાજ :-

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ હાલમાં ગરીબી રેખા હેઠળ આવતા લોકોને દર મહીને સબસીડી વાળુ પાંચ કિલો અનાજ આપવામાં આવે છે. તેની હેઠળ ૧ રૂપિયો કિલોના ભાવે આખું અનાજ, ૨ રૂપિયે કિલોના ભાવે ઘઉં અને ૩ રૂપિયે કિલોના ભાવે ચોખા આપવામાં આવે છે.

ગરીબો કરતા પણ વધુ ગરીબોની યાદીમાં આવવા વાળા અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થી ઓને દર મહીને ૩૫ કિલો અનાજ આપવામાં આવે છે. રાજકીય રીતે તેને ચૂંટણી પછીની ભેંટ માનવામાં આવી રહ્યું છે, પરંતુ હકીકતમાં આ નિર્ણય અનાજના સંગ્રહનો ખર્ચ ઓછો કરવાના હેતુથી લેવામાં આવી રહ્યો છે.

અનાજોને સાંચવવા માટે ૨૬ હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરે છે એફસીઆઈ :-

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઈ) દર વર્ષે એક લાખ ટન ઘઉંની સાચવણી ઉપર ૨૯ કરોડ રૂપિયા અને એટલા જ ચોખાની સાંચવણી ઉપર ૪૧ કરોડ રૂપિયા ખર્ચ કરે છે. આવી રીતે એફસીઆઈ કુલ અનાજ સાંચવવા ઉપર દર વર્ષે ૨૬ હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરે છે. જો સરકાર ૬ મહિના સુધી સબસીડી વાળા અનાજનું વિતરણ કરે છે. તો તેની ઉપર લગભગ ૫૦ હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે.

પરંતુ તેનાથી એફસીઆઈનો સાંચવવાનો ખર્ચ ઓછો થઇ જશે. તે ઉપરાંત સબસીડી ઉપર ૧૩.૫૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ખાંડ વેચવા ઉપર સરકાર ઉપર વાર્ષિક ગણતરીએ ૪૭૦૦ કરોડ રૂપિયાથી વધુ બોજ પડશે. એફસીઆઈના આંકડા મુજબ, પહેલી જુલાઈ સુધી તેમની પાસે ઘઉં અને ચોખાનો ૪૧ મીલીયન મોટો જથ્થો રહેલો હતો, જે હાલના સમયે ૭૫ મીલીયન ટન ઉપર પહોચી ગયો છે. આવતા મહીને તેનું ૮૦ મીલીયન ટન ઉપર પહોચવાની આશા છે.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.