150cc ની બાઈક-સ્કૂટર પર લાગી શકે છે પ્રતિબંધ, સરકાર રાખી રહી છે તેજ નજર, જાણો શું છે કારણ

0
878

જો તમે ૧૫૦ સીસીના બાઈક અને સ્કુટર ખરીદવાનું વિચારી રહ્યા છે, તો આ સમાચાર ધ્યાનથી વાચો. તમારું સપનું બાઈક કે સ્કુટર ઉપર સરકારની કડક નજર છે. સરકાર ૧૫૦ સીસીના સ્કુટર અને બાઈક્સને બંધ કરવાનું આયોજન કરી રહી છે. એટલે કે જો સરકારે પોતાની યોજનાનો અમલ કર્યો, તો ૧૫૦ સીસીનાં બાઈક કે સ્કુટર ઉપર પ્રતિબંધ લગાવી શકે છે.

ફેલાવી રહ્યા છે પદુષણ :-

ન્યુઝ રીપોર્ટ મુજ સરકાર આ યોજના ઉપર ઘણું ઊંડાણ પૂર્વક કામ કરી રહી છે. સરકારની યોજના છે કે એપ્રિલ ૨૦૨૩ સુધી ઇલેક્ટ્રિક વિનાના વાળા ૩ વ્હીલર્સને બંધ કરી દેવામાં આવશે. સરકારનું કહેવું છે કે તે વાહન ઘણા ઝડપથી દેશના તમામ મોટા શહેરોમાં પદુષણ ફેલાવી રહ્યા છે.

વર્ષનું વેચાણ ૨ કરોડ યુનિટથી પણ વધુ :-

અને સરકાર આ પદુષણ માટે બે પૈડા અને ત્રણ પૈડાના વાહનોને જવાબદાર ગણાવી રહી છે. સરકારની આ યોજના છે કે એપ્રિલ ૨૦૨૫થી વગર ઇલેક્ટ્રિક વાળા ૧૫૦ સીસી સુધીની કેટેગરી વાળા તમામ બે પૈડા વાળા સ્કુટર અને બાઈકને બંધ કરી દેવામાં આવે. આ બન્ને સેંગમેંટનું વર્ષનું વેચાણ ૨ કરોડ યુનિટથી પણ વધુ છે અને દેશના રોડ ઉપર બે તૃતીયાંશ ટ્રાફિક આ વાહનોનો છે.

૨ સ્ટ્રોક વાહનો ઉપર પણ લગાવી ચુકી છે પ્રતિબંધ :-

આમ તો સરકારના આ પગલાથી હાલના સમયમાં ઉપયોગ કરી રહેલા વાહન ચાલકો ઉપર કોઈ અસર નહિ પડે. પરંતુ જો હેડલાઈન પછી તેને ખરીદવું મોંઘુ સાબિત થઇ શકે છે. સરકાર પહેલા જ નવા ઉત્સર્જન માન્ય બીએસ-૬ આવતા વર્ષે એપ્રિલ ૨૦૨૦થી લાગુ કરવાની છે. તે પહેલા વર્ષ ૨૦૧૦માં પદુષણને લીધે જ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ જાહેર કરતા ૨ સ્ટ્રોક વાળા બાઈક્સ બનાવવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો.

સીટી બસ, સ્કુલ બસ ઉપર પણ પ્રતિબંધ લગાવવાની તૈયારી :-

જો આ ભલામણ પાસ થઇ જાય છે તો નક્કી થયેલી તારીખ પછી માત્ર ઇલેક્ટ્રિક સ્કુટર અને મોટરસાયકલ જ વેચી શકશે. અને સરકાર નોન ઇલેક્ટ્રિક ડીલીવરી વ્હીકલ્સ, સીટી બસ, સ્કુલ બસ ઉપર પણ પ્રતિબંધ લગાવાની તૈયારી કરી રહી છે. જો સરકારની યોજના ઉપર અમલ થાય છે, તો ઇલેક્ટ્રિક વાહનોમાં દેશ દુનિયામાં નંબર વન થઇ જશે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.