૧૫ વર્ષના છોકરાંના ૧૦ વર્ષ મોટી ભાભી સાથે થયા લગ્ન, લગ્ન પછીની રાત્રે થયું કંઈક એવું કે…..

0
12121

લગ્નનું ભારતીય સમાજમાં ઘણું મહત્વ હોય છે. લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે લગ્ન કરવા કોઈ નાના છોકરા જેવી રમત નથી, પણ તેમ છતાં ઘણા લોકો બળજબરીથી નાની ઉંમરના છોકરાઓને લગ્ન જેવી મોટી જવાબદારી વચ્ચે ધકેલી દે છે. આવું જ એક પગલું ઉઠાવવું બિહારના રહેવાસી એક કુટુંબને એટલું મોંઘુ પડ્યું કે તેમણે પોતાના બાળકોના જીવનથી દુર થઇ જવું પડ્યું હતું. આવો વિગતવાર જાણીએ શું છે આખી ઘટના.

વાત છે બિહારના પટના શહેરના એક કુટુંબની. અહીંના એક કુટુંબે પોતાના ૧૫ વર્ષના દીકરાના બળજબરીથી પોતાની વિધવા ભાભી સાથે લગ્ન કરાવી દીધા. આ ભાભી અને દિયરની ઉંમરમાં લગભગ ૧૦ વર્ષનો તફાવત હતો. આ લગ્ન પછી એ છોકરાને એટલો મોટો આઘાત લાગ્યો કે તે ઘરેથી ભાગી ગયો, અને પછી તેના કુટુંબ વાળાને ફાંસી ઉપર લટકતો તેનો મૃતદેહ મળ્યો. આ ઘણી જ દુઃખદ ઘટના છે.

મળેલી જાણકારી અનુસાર પીડિત બાળકનું નામ મહાદેવ હતું. મહાદેવ નવમાં ધોરણમાં ભણી રહ્યો રહ્યો હતો. મહાદેવના કુટુંબમાં તેના પિતા અને માતા ઉપરાંત તેમના મોટા ભાઈ સંતોષ દાસ રહેતા હતા. સંતોષનું દુર્ભાગ્યપૂર્ણ એક અકસ્માત દરમિયાન મૃત્યુ થઇ ગયું. મોટા દીકરા સંતોષના મૃત્યુ પછી જયારે તેની પત્ની રૂબી દેવી વિધવા થઇ ગઈ, તો ઘરવાળાઓએ તેના લગ્ન પોતાના ૧૫ વર્ષના દીકરા સાથે કરાવી દીધા. આ લગ્ન કરવા માટે મહાદેવ રાજી ન હતો. તેણે પોતાના ઘરવાળાઓને ઘણી વખત ના કહી પણ તેના ઘરવાળાએ મહાદેવની વાત ન માની અને બળજબરીથી તેના લગ્ન પોતાની વિધવા ભાભી સાથે કરાવી દીધા.

લગ્ન થયા પછી મહાદેવ લગ્ન પછીની બીજી રાત્રે મહાદેવ ઘરેથી ભાગી ગયો. ઘરવાળાઓએ મહાદેવને શોધવાના ઘણા પ્રયત્ન કર્યા પણ તે ન મળ્યો. ત્યારબાદ બીજા દિવસે જયારે ઘરવાળાઓએ ફરી વખત મહાદેવને શોધવાનો પ્રયત્ન કર્યો, તો તેમને મહાદેવ મળ્યો તો ખરો. પણ મહાદેવ જે સ્થિતિમાં મળ્યો તે જોઈએ હોંશ ઉડી ગયા. મહાદેવે ફાંસી ઉપર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તે આ બળજબરીથી કરાયેલા લગ્નના દબાણને સહન કરી ન શક્યો અને તેણે તે દબાણ અને ટેન્શનને લીધે પોતાનો જીવ આપી દીધો. મહાદેવના આ મૃત્યુ માટે જવાબદાર તેના કુટુંબવાળા છે. જો મહાદેવના બળજબરી પૂર્વક લગ્ન ન કરાવ્યા હોત તો કુટુંબનો છેલ્લા વારસદાર આજે જીવિત હોત. પણ દુર્ભાગ્ય એ છોકરાના જે પોતાનું જીવન જીવી ન શકાયો.

આવો હવે તમને એ જણાવીએ કે મહાદેવના ઘરવાળાઓએ તેના લગ્ન તેની વિધવા ભાભી સાથે બળજબરીથી શા માટે કરાવી દીધા. આમ તો જયારે મહાદેવના મોટા ભાઈ સંતોષનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું, તો તેના પિતાને વીમાના લગભગ ૮૦ લાખ રૂપિયા મળ્યા હતા. અને એ પૈસાને સંતોષની વિધવા પત્ની રૂબીદેવીના ઘરવાળા હડપ કરવા માંગતા હતા. તેવામાં સંતોષના પિતાએ પોતાના નાના દીકરા મહાદેવના લગ્ન રૂબીદેવી સાથે તે વિચારીને કરાવી દીધા કે એ પૈસા ઘરમાં જ રહેશે. પણ તેમને શું ખબર હતી કે પોતાના મોટા દીકરાના મૃત્યુથી મળેલા પૈસા તેના નાના દીકરાનો જીવ લઇ લેશે.

આ સમગ્ર બનાવ પછી આજુ બાજુના વિસ્તારના લોકો ઘણા નારાજ થયા હતા. અહિયાં સોશીયલ મીડિયા ઉપર આ સમાચારના વાઈરલ થયા પછી ઘણા લોકો મહાદેવના મૃત્યુના જવાબદાર તેના કુટુંબ વાળાને ગણાવી રહ્યા છે. તેમજ આ પ્રકારની ઘટના તે બધા મા-બાપ માટે એક ઉદાહરણ છે જે પોતાના બાળકોના લગ્ન યોગ્ય ઉંમર થયા પહેલા જ કરી દે છે.