15 હજારની સ્કૂટીનો કપાયો 23 હજાર થયો દંડ, માલિક બોલ્યો નઈ કરાવું જમા, જુઓ વાયરલ રસીદ

0
1184

નવા ટ્રાફિક નિયમ લાગુ થયા પછી અને દંડ વધ્યાનો આદેશ લાગુ થયા પછી, દિલ્હીના રહેવાસી એક વ્યક્તિનો ગુડગાંવમાં 23 હજાર રૂપિયાનો મેમો ફાટી ગયો. એની સાથે જ ગુડગાંવ ટ્રાફિક પોલીસે સ્કૂટીને પણ જપ્ત કરી દીધી છે. આ મેમોનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

15 હજારની સ્કૂટી :

દિલ્હીની ગીતા કોલોનીના રહેવાસી દિનેશ મદાને એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા સમયે કહ્યું કે, તે સોમવારે કોઈ કામથી ગુડગાંવ ગયા હતા. જિલ્લા અદાલત કોમ્પ્લેક્સની સામે આવેલા સર્વિસ રોડ પર એમણે હેલમેટ ઉતારી દીધું. ત્યાં ઉભેલા એક પોલીસ ઓફિસરે એમની ગાડીના ડોક્યુમેન્ટ માંગ્યા. ડોક્યુમેન્ટ ન હોવાની સ્થિતિમાં પોલીસ કર્મચારીએ 23 હજારનો મેમો ફાડી દીધો.

દિનેશે કહ્યું કે, એમની સ્કૂટી હવે જૂની થઈ ગઈ છે, અને તે કારણે હવે એની કિંમત 15 હજાર રૂપિયાની આસપાસ છે. દિનેશ પાસે ન તો સ્કૂટીની આરસી બુક હતી, કે ન તો ડ્રાઇવિંગ લાઇસન્સ, પીયુસી અને થર્ડ પાર્ટી વીમો. અને પાંચ નિયમ તોડવા પર ટ્રાફિક પોલીસે આટલા બધા રૂપિયાનો મેમો ફાડ્યો.

ગાડીને કરી જપ્ત :

દિનેશે જણાવ્યું કે, ટ્રાફિક પોલીસે મેમો ફાડ્યા પછી એમની સ્કૂટીને જપ્ત કરી લીધી છે. હવે ગાડીને કોર્ટમાંથી છોડાવવી પડશે. એના માટે પહેલા પોલીસ સ્ટેશનમાં જઈને કેસ બનાવવો પડશે પછી એને કોર્ટમાં રજુ કરવામાં આવશે. એની સાથે જ મેમો ભરવા સિવાય જમાનત પણ આપવી પડશે. દિનેશે કહ્યું કે, આ બધું થયા પછી તે ઘણા પરેશાન થઇ ગયા છે. જો કે હવે તે આ સ્કૂટીને છોડાવવા માટે નહિ જાય.

1 સપ્ટેબરથી ઘણા કડક થઇ ગયા છે નિયમ :

1 સપ્ટેમ્બરથી ટ્રાફિક નિયમ ઉલ્લંઘનના દંડની રકમમાં ઘણો વધારો થઇ ગયો છે. જો કે ઘણા રાજ્યોમાં આ નિયમ સોમવારથી લાગુ થઇ શક્યા હતા, કારણ કે તે સોફ્ટવેયરમાં અપડેટ થયું ન હતું. હવે ધીમે ધીમે મોટાભાગના રાજ્યોમાં આ નિયમ લાગુ થઈ રહ્યા છે.

જાણો નવા નિયમો અનુસાર કેટલો થશે દંડ :

ધારાઓ : વર્તમાનમાં દંડ : સૂચિત દંડ

179 અધિકારીઓના આદેશની અવગણના : 500 રૂપિયા : 2000 રૂપિયા

180 લાઇસન્સ વગરના વાહનોનો અનઅધિકૃત ઉપયોગ : 1000 રૂપિયા : 5000 રૂપિયા

181 લાઇસન્સ વગર વાહન ચલાવવું : 500 રૂપિયા : 5000 રૂપિયા

182 અયોગ્યતા હોવા છતાં ડ્રાઇવિંગ કરવું : 500 રૂપિયા: 10,000 રૂપિયા

182B ઓવરસાઈઝ વાહન : નવો દંડ : 5000 રૂપિયા

183 ઓવર સ્પિડીંગ : 400 રૂપિયા : એલએમબી માટે 1000 રૂપિયા, મધ્યમ શ્રેણીના યાત્રી વાહન માટે 2000 રૂપિયા

184 ખતરનાક ડ્રાઇવિંગ : 1000 રૂપિયા : 5000 રૂપિયા સુધી

185 નશામાં ડ્રાઇવિંગ કરવું : 2000 રૂપિયા : 10,000 રૂપિયા

189 સ્પિડીંગ રેસિંગ : 500 રૂપિયા : 5000 રૂપિયા

192A વગર પરમીટનું વાહન : 5000 રૂપિયા સુધી : 10,000 રૂપિયા સુધી

193 એગ્રીગેટર્સ (લાઇસન્સ શરતોનું ઉલ્લંઘન) ટેક્સી વાળા માટે : નવો દંડ : 25,000 રૂપિયાથી 1,00,000 રૂપિયા સુધી

194B સીટ બેલ્ટ : 100 રૂપિયા : 1000 રૂપિયા

194C બે પૈડાં વાળા વાહનો પર ક્ષમતા કરતા વધારે વજન : 100 રૂપિયા : 2000 રૂપિયા, 3 મહિના માટે લાઇસન્સ સસ્પેન્ડ

194D હેલમેટ : 100 રૂપિયા : 1000 રૂપિયા અને 3 મહિના માટે લાઇસન્સ સસ્પેન્ડ

194E ઇમરજન્સી વાહન જેવા કે એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડને રસ્તો ન આપવો : નવી જોગવાઈ : 10,000 રૂપિયા

196 ઇન્સ્યોરન્સ વગર ડ્રાઇવિંગ : 1000 રૂપિયા : 2000 રૂપિયા

199 સગીર(નાબાલિક) દ્વારા ડ્રાઇવિંગ : જવી જોગવાઈ : વાલી, વાહનના માલિકને દોષી જાહેર કરવામાં આવશે. સાથે જ 25 હજાર રૂપિયા દંડની સાથે 3 વર્ષની જેલ. સગીર પર જસ્ટિસ જુવેનાઇલ એક્ટમાં કેસ દાખલ થશે અને ગાડીનું રજીસ્ટ્રેશન કેન્સલ થશે.

એક ટ્રાફિક અધિકારીનું કહેવું છે કે, આનાથી પબ્લિક અને પોલીસ વચ્ચે ઝગડા વધશે. અત્યારે લોકો 100 રૂપિયાના મેમો માટે પોલીસ કર્મચારીઓ સાથે મગજમારી કરે છે, અને ઘણીવાર તો મારપીટ પર પણ ઉતરી આવે છે. અને આટલી વધારે રકમ પછી એવી શક્યતા છે કે આવી ઘટનાઓ વધશે. દંડથી બચવા માટે અમુક લોકો ટ્રાફિક સ્ટાફ ઉપર ગાડી ચલાવવાથી પણ નથી અચકાતા.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.