15-20 દિવસમાં લોન્ચ થશે નવી યોજના, ખેડૂત કમાઈ શકશે 1 લાખ રૂપિયા : વીજળી મંત્રી

0
5776

કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ટૂંક સમયમાં એક નવી સ્કીમ બહાર પાડવાની છે. આ સ્કીમ હેઠળ ખેડૂત પોતાના ખેતરો કે ખાલી પડેલી જમીનો ઉપર સોલર પેનલ ઉભી કરી વીજળી ઉત્પાદનનો વેપાર કરી શકે છે. તેનાથી ખેડૂતોને દર વર્ષે ૧ લાખ રૂપિયા સુધી કમાવાની તક મળશે. આ માહિતી કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઉર્જા (એમએનઆરઈ) મંત્રી આર.કે.સિંહે લોકસભામાં આપી છે.

બે મેગાવોટ વીજળીનું કરી શકશો ઉત્પાદન :-

કેન્દ્રીય મંત્રીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે આ યોજના હેઠળ ખેડૂત સોલર પેનલ લગાવીને બે મેગાવોટ સુધી વીજળીનું ઉત્પાદન કરી શકશે. તેનાથી તેમને ૧ લાખ રૂપિયા સુધી વર્ષની આવક થઇ શકશે. તેમણે કહ્યું કે ખેડૂતો તરફથી ઉત્પન્ન કરવામાં આવનારી આ વીજળીની ખરીદી સરકાર કરશે. આ યોજનાની જાહેરાત આવતા ૧૫ થી ૨૦ દિવસોમાં કરી દેવામાં આવશે.

ભાડા ઉપર પણ જમીન આપી શકે છે ખેડૂત. :-

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે સરકાર દ્વારા એવી જોગવાઈ કરવામાં આવી છે કે ખેડૂત પોતાની જમીન ઉપર સોલર પેનલ ઉભી કરી વીજળીનું ઉત્પાદન કરી શકે છે કે પછી વીજળી ઉત્પાદન માટે ભાડા ઉપર આપીને પણ કમાઈ શકે છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ભારત હાલના સમયમાં વિશ્વમાં સૌથી વધુ નવીનીકરણ ઉર્જા ઉત્પન કરવા વાળો દેશ છે અને આપણે ૧,૭૫,૦૦૦ મેગાવોટ નવીનીકરણ ઉર્જા ઉત્પન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમણે કહ્યું કે અમે ૨૦૨૨ સુધી આ લક્ષ્ય પ્રાપ્ત કરી લઈશું.

૨૦૨૦ સુધી તૈયાર થશે ૫૦ હજાર સૂર્ય મિત્ર :-

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમના મંત્રાલએ ૨૦૨૦ સુધી ૫૦ હજાર સૂર્ય મિત્ર તૈયાર કરવાના ઉદેશ્યથી સૂર્ય સ્કીલ ડેવલપમેન્ટ કાર્યક્રમ બહાર પાડ્યો હતો. આ કાર્યક્રમને સોલર પેનલની સ્થાપના, મેંટેનેંસ અને ઓપરેશન સાથે જોડાયેલા કાર્યો માટે નોકરીઓ ઉભી કરવાનું હતું. કાર્યક્રમ હેઠળ તાલીમ લેવા વાળની કોર્સ ફી, રહેવા જમવા અને મૂલ્યાંકન ચાર્જ મંત્રાલય તરફથી પૂરી પાડવામાં આવે છે.

મની ભાસ્કર જણાવી રહ્યું છે કેવી રીતે થશે ખેડૂતોને કમાણી :-

મની ભાસ્કર ખેડૂતોની જમીન ઉપર સોલર પ્લાંટ ઉભા કરી કમાણીની વાત પહેલા પણ પ્રકાશિત કરી ચુક્યા છે. આ સ્કીમનું નામ ખેડૂત ઉર્જા સશક્તિકરણ મિશન હોઈ શકે છે. નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય (એમએનઆરઈ) સુત્રોના જણાવ્યા મુજબ એક મેગાવોટ ક્ષમતાનો સોલર પ્લાંટ ઉભો કરવામાં પાંચ એકર જમીનની જરૂર પડે છે. એક મેગાવોટ સોલર પ્લાંટથી વર્ષમાં લગભગ ૧૧ યુનિટ વીજળીનું ઉત્પાદન થાય છે. ખેડૂત પાસે એક એકર પણ જમીન છે તો તે ૦.૨૦ મેગાવોટનો પ્લાંટ લગાવી શકે છે.

આ પ્લાંટમાંથી વર્ષના ૨.૨ લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થશે. કુસુમ સ્કીમ મુકબ જે પણ ડેવલપર્સ ખેડૂતની જમીન ઉપર સોલર પ્લાંટ ઉભા કરવામાં આવશે, તે ખેડૂત પ્રત્યે યુનિટ ૩૦ પૈસાનું ભાડું ચૂકવશે. એટલે ખેડૂતને દરમાસ ૬૬૦૦ રૂપિયા મળશે. વર્ષ આખામાં આ કમાણી લગભગ ૮૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ રૂપિયા સુધીની થઇ શકે છે. જમીન ઉપર માલિકી હક્ક ખેડૂતનો જ રહેશે. ખેડૂત ઈચ્છે તો સોલર પ્લાંટ સાથે સાથે અહિયાં નાની મોટી ખેતી પણ કરી શકે છે.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.