14 વર્ષની છોકરીના પેટમાં થઇ રહ્યો હતો ખૂબ જ દુઃખાવો, સીટી સ્કેનમાં જાણવા મળી ચકિત કરી દેતી સચ્ચાઈ.

0
3625

સામાન્ય રીતે લોકોમાં કોઈને કોઈ પ્રકારના વ્યસન હોય જ છે, ઘણા લોકોને દારુ, બીડી, તમાકુ, પાન, ચાનું વ્યસન હોય છે, હાલના સમયમાં ચા પણ અનેક પ્રકારની જોવા મળે છે, એવી જ એક પ્રકારની ચાના વ્યસન વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

ચાના ઘણા બધા પ્રકાર તમે સાંભળ્યા હશે, જેમાં ગ્રીન ટી, બ્લેક ટી અને હર્બલ ટીનો સમાવેશ થાય છે, પરંતુ શું તમે ક્યારેય બબલ ટી વિષે સાંભળ્યું છે? ખાસ કરીને આ એક નવા પ્રકારની ચા છે. જે આજકાલ માર્કેટમાં ઘણી ચાલી રહી છે, પરંતુ આ બબલ ટીએ એક ૧૪ વર્ષની છોકરીને મુશ્કેલીમાં મૂકી દીધી.

આ ઘટના ચીનના ઝેજીયાંગ રાજ્યની છે. જ્યાં એક છોકરીને બબલ ટી પીવાની ટેવ પડી ગઈ હતી. તે જ્યાં સુધી આ ચા ન પીવે, તેને શાંતિ મળતી ન હતી. એક દિવસ છોકરીના પેટમાં ઘણો ગંભીર દુઃખાવો થયો, તો તેના માતા પિતા તેને હોસ્પિટલ લઇ ગયા. જ્યાં તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી.

ડોક્ટરોએ જયારે છોકરીનું સીટી સ્કેન કર્યું તો તેના પેટમાં કાંઈક એવી વસ્તુ જોઈ, જેથી તેઓ પણ ચકિત થઇ ગયા. ત્યાર પછી ડોક્ટરોએ છોકરીને તેના ખાવા પીવા વિષે પૂછ્યું તો તેણે જણાવ્યું કે પાંચ દિવસ પહેલા તેણે એક કપ બબલ ટી પીધી હતી.

આમ તો ડોક્ટર છોકરીની વાતોથી સંતુષ્ટ ન થયા, કેમ કે તેના પેટમાં ૧૦૦થી વધુ બબલ ટી બોલ્સ હતા. ડોકટરોનું માનવું છે કે છોકરી દરરોજ ઘણા કપ બબલ ટી પીતી હશે અને તે કારણે જ તેના પેટમાં તેના બોલ જમા થઇ ગયા હતા.

બબલ ટી બનાવવા માટે તેમાં ગોળ ગોળ બોલ નાખવામાં આવે છે. સાથે જ તેમાં થોડો એવો બરફ પણ નાખવામાં આવે છે. એટલા માટે ચાને બબલ ટી કહેવામાં આવે છે.

આમ તો ડોકટરોએ ઓપરેશન દ્વારા છોકરીના પેટમાં રહેલા તમામ બબલ ટી બોલ્સ કાઢી લીધા. હાલમાં છોકરી ઠીક છે. પરંતુ ડોકટરોએ તેને આ ચા થી દુર રહેવાની સલાહ આપી છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.