અમારા દ્વારા મુકવામાં આવેલો આ લેખ ખોટો છે, અને એ ભૂલ બદલ અમે ક્ષમા માંગીએ છીએ.

0
3702

મિત્રો, માર્ચ મહિનામાં અમારા દ્વારા મૂકવામાં આવેલ એક લેખ જેનું શીર્ષક “આ નોકરી માટે દુબઈમાં આપે છે 14 લાખ દર મહિને, અને જરૂર નથી કોઈ યોગ્યતાની” હતું, એ લેખમાં અમારા દ્વારા ભૂલ થઈ હતી. અમે એક હિંદી વેબસાઈટ પરથી એ માહિતી લઈને એનું ભાષાંતર કરીને એને રજુ કર્યો હતો. અને એ સમયે અમે એને ક્રોસચેક કર્યો ન હતો અને એ ખોટો સાબિત થયો છે. તો એના દ્વારા તમને થયેલી તકલીફ બદલ અમે માફી માંગીએ છીએ. અને બીજી વાર એવી કોઈ ભૂલ ન થાય એનું પૂરું ધ્યાન રાખીશું. જણાવી દઈએ કે દુબઈમાં એવી કોઈ નોકરી નથી જેમાં યોગ્યતા વગર વ્યક્તિને રાખવામાં આવે. આ માહિતી ખોટી છે. એ ખોટો લેખ નીચે મુજબ છે.

દરેક ભણતા યુવાનોનું સપનું હોય છે કે તેમને વધારે પગાર વાળી નોકરી મળે. જે યુવાન ભણતર કરી રહ્યા છે કે પછી કોઈ પણ ડિગ્રી/પીએચડી લઇ રહ્યા છે, તે દરેકનો એક જ ધ્યેય હોય છે કે તે સારું ભણીને એક સારી નોકરી કરી શકે, અથવા સારો રોજગાર મેળવી શકે. ટૂંકમાં ભણતર પૂરું કર્યા પછી વધુમાં વધુ પૈસા કમાઈ શકે. જેનાથી તેમના અને તેમના પરિવારનું જીવન ખુશહાલ બનાવી શકે.

આમ તો સારા પગાર વાળી નોકરી માટે ઊંચું ભણતર હોવું જરૂરી છે. પણ આજે અમે તમને એક એવી નોકરી વિષે જણાવીશું જેનો પગાર લાખોમાં છે અને તેમાં ભણતર પણ વધારે મહત્વનું નથી. જો કે ઘણા લોકોને આ વાત પર એક વખતમાં ભરોસો કરવો થોડું મુશ્કેલ થશે, પરંતુ આ હકીકત છે. દુબઈના એક મોટા સમાચાર પત્ર ખલીજ ટાઇમ્સે એક સમાચાર પ્રસારિત કરતા જણાવ્યું છે કે, જલ્દી જ દુબઈમાં એક એવી નોકરી હશે જેમાં યોગ્યતા વિના નોકરી મળશે અને આમનો પગાર લાખો રૂપિયામાં હશે.

શું છે નોકરીમાં આવું?

જણાવી દઈએ કે હમણાં આ નોકરી શું છે એના વિષે વધારે જાણકારી એમના દ્વારા બહાર પાડવામાં નથી આવી. એ વાત એક સસ્પેન્સ છે, કારણ કે આના વિષે કોઈ યોગ્ય જાણકારી હમણાં સુધી સામે આવી નથી, કે આ નોકરીમાં કામ શું હોય છે, અને આ નોકરી કયા વિભાગની છે. પણ જે પ્રકારે આ નોકરી કરવાં વાળાને લાખો રૂપિયા પગાર યોગ્યતા વગર મળી રહ્યા છે. તેને જોઈને તમારે તમારું રીઝયુમ અપલોડ કરી દેવું જોઈએ.

હવે આવી તક તો કોઈ પણ વ્યક્તિ પોતાના હાથથી જવા નહિ દે. એવું પણ થઇ શકે છે કે આની માટે કોઈ પ્રકારનું રીઝયુમ પણ માંગવામાં ન આવે. કારણ કે આમાં યોગ્યતાની જરૂરત નથી.

મિત્રો મામલો અસલમાં એવો છે કે, એક કોવેન્ટ્રી આધારિત એસ્ટેટ એજેન્સી છે, જેમને પોતાના દુબઈના હેડ ઓફિસમાં કામ માટે નવા એજેંટ્સની જરૂર છે. એટલે તેઓ આ ખાસ ઓફર લઈને આવ્યા છે, જે છે ખુબ ગજબની. આ કંપનીનું નામ ALLSOPP & ALLSOPP ESTATE જણાવવામાં આવી રહ્યું છે, અને આ કંપનીને પોતાના કામ માટે દુબઈમાં એજેંટ્સની ખુબ જરૂરત છે.

The Coventry telegraph મુજબ કર મુક્ત આટલો ઉંચો પગાર મેળવવા માટે એજેંટ્સને અમીરાતમાં પ્રોપટી વેચવાનું કામ આપવામાં આવશે. આના બદલે દર મહિનાનો પગાર દુબઈની મુદ્રામાં 80,000 Dh થશે જે વાર્ષિક 9,64,000 થશે. મીડિયા રિપોર્ટ્સ એવું જણાવે છે કે આના માટે સેલ્સમાં અનુભવી હોવું જરૂરી રહેશે.

ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.