12 જુલાઈએ છે દેવશયની એકાદશી, વાંચો એની સાથે જોડાયેલી કથા

0
1807

દેવશયની એકાદશીને પદ્મા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે અને આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દેવશયની એકાદશી સાથે જોડાયેલી માન્યતા મુજબ તે દિવસે ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિવાસ કરે છે અને કારતક માસની સુદની એકાદશી વૈકુઠમાં આવી જાય છે. આ વર્ષે દેવશયની એકાદશી ૧૨ જુલાઈના દિવસે આવી રહી છે અને આ દિવસે વ્રત રાખવાનું વિશેષ મહત્વ છે.

નથી હોતી એકાદશી શુભ : દેવશયની એકાદશીને શુભ નથી માનવામાં આવતી અને આ એકાદશીના દિવસે કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવતું નથી. એટલા માટે આ દિવસે કોઈપણ પ્રકારના શુભ કાર્ય ન કરો.

એકાદશી વ્રત કરવાના નિયમ :

(1) દેવશયની એકાદશીના દિવસે સવારે સ્નાન કરો અને ત્યાર પછી ઘરના મંદિરની સફાઈ કરો.

(2) મંદિરની સફાઈ કર્યા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિને સ્નાન કરાવો અને તેને નવા વસ્ત્ર પહેરાવો.

(3) ભગવાન વિષ્ણુની પૂજા દરમિયાન વિષ્ણુ સાથે જોડાયેલા મંત્રોના જાપ કરો અને ઉપવાસ રાખો.

(4) દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવા સાથે શાલીગ્રામ અને લક્ષ્મી માંની પણ પૂજા કરવામાં આવે છે.

(5) દેવશયની એકાદશીના દિવસે જમીન ઉપર સુવામાં આવે છે અને પથારી ઉપર સુવું અશુભ માનવામાં આવે છે.

(6) દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તુલસીના પાંદડાનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. આમ તો તે દિવસે તુલસીના પાંદડા તોડવા અશુભ હોય છે. એટલા માટે તમે દેવશયની એકાદશીના એક દિવસ પહેલા જ તુલસીના પાંદડા તોડીને રાખી લો.

(7) દેવશયની એકાદશીના દિવસે કાંસાના વાસણનો ઉપયોગ ન કરો.

(8) તે દિવસે ઘરમાં ચણા, અડદ અને ચોખાનો બિલકુલ ન બનાવો અને ન તો તેમાંથી બનેલી વસ્તુ ખાવી.

કરો આ મંત્રોનાં જાપ :-

દેવશયની એકાદશીના દિવસે ત્રણ વખત ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેની પૂજા કરતી વખતે નીચે જણાવેલ મંત્રોના જાપ કરો. આ મંત્ર આ મુજબ છે.

ॐ नमो नारायण,

ॐ नमो भगवते वासुदेवाय,

ॐ विष्णवे नम: इत्यादि। इति:

દેવશયની એકાદશી વ્રત રાખવા સાથે જોડાયેલી કથા :-

દેવશયની એકાદશીના દિવસે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઇ જાય છે અને તે દિવસે વ્રત રાખવા સાથે એક કથા પણ જોડાયેલી છે. એક માંધાતા નામનો રાજા હતો અને આ રાજા પોતાની પ્રજાને ખુબ પ્રેમ કરતો હતો. એક વખત રાજ્યમાં દુષ્કાળ પડે છે. આ દુષ્કાળને કારણે રાજ્યમાં અનાજની ખામી ઉભી થવા લાગી ગઈ અને રાજ્યની પ્રજા દુઃખી રહેવા લાગી. પોતાની પ્રજાને દુખી જોઈ માંધાતા રાજાએ ઋષિઓને મળ્યા અને તેમને રાજ્યમાં પડેલા દુષ્કાળ વિષે જણાવ્યું. ઋષિઓએ રાજાને દેવશયની એકાદશીના દિવસે વ્રત રાખવાની સલાહ આપી.

ઋષીઓની સલાહ માનીને રાજાએ દેવશયની એકાદશીના દિવસે વ્રત રાખવાનું શરુ કરી દીધું અને થોડા જ સમય પછી તેમના રાજ્યમાં વરસાદ થઇ ગયો અને દુષ્કાળ દુર થઇ ગયો. એટલા માટે એવી માન્યતા છે કે જે લોકો દેવશયની એકાદશીનું વ્રત રાખે છે, તે લોકોની તમામ મનોકામના પૂરી થઇ જાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.