1100 વર્ષ જુના આ મંદિરનો કંઇક એવો મહિમા છે, કે જે મજૂરોએ કર્યુ હતું એનું નિર્માણ તે દરેક બની ગયા કરોડપતિ

0
2196

આપણા ભારત દેશમાં ઘણા બધા શિલ્પ, સ્થાપત્યો અને મંદિરો છે. એમાંથી ઘણા તો સદીઓ જુના પણ છે. એ બધા સાથે કોઈને કોઈ રહસ્ય કે પછી કોઈ રોચક સત્ય જોડાયેલું હોય છે. આજે અમે તમને એમાંથી એક મંદિર વિષે જણાવવાના છીએ. અને મંદિર છે દિલવાડાનું જૈન મંદિર. જણાવી દઈએ કે આ મંદિરને રાજસ્થાનનું તાજમહેલ પણ કહેવામાં આવે છે. આ મંદિર રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આવેલું છે. હકીકતમાં આ મંદિર 5 મંદિરોનો એક સમૂહ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિરનું શિલ્પ અને એનું વાસ્તુશિલ્પ એટલું સજીવ છે, કે એને જોઈને એવું લાગે છે, કે જાણે મંદિરનું વાસ્તુ શિલ્પ અત્યારે જ બોલવા લાગશે. આ મંદિરમાં સફેદ માર્બલનો ઉપયોગ કરી અદભુત વાસ્તુ શાસ્ત્રને ઉજ્જવળ કરવામાં આવ્યું છે. આવો જાણીએ રહસ્યોથી ભરપૂર દિલવાડા જૈન મંદિરની થોડી ખાસ અને રોચક વાતો.

1. રાજસ્થાનનું દિલવાડા જૈન મંદિર 1100 વર્ષ પહેલા બન્યું છે, જેનું નિર્માણ ગુજરાતના વડનગરના ઘણા કુશળ એન્જીનીયરો અને કારીગરોએ કર્યુ હતું. આ મંદિરના નિર્માણમાં એ સમયે 18,53,00,000 એટલે કે કુલ 18 કરોડ 53 લાખ રૂપિયા ખર્ચ થયા હતા.

2. આ મંદિરને બનવામાં ઘણો સમય લાગ્યો હતો. 1500 વાસ્તુશિલ્પ વાળું આ સુંદર અને અદભુત મંદિર 1200 મજૂરોએ 14 વર્ષમાં બનાવ્યું હતું. એના નિર્માણમાં જે પણ મજુરે કામ કર્યુ હતું એમને મજૂરીના રૂપમાં સોનુ અને ચાંદી આપવામાં આવ્યા હતા. અને 14 વર્ષ પછી એ દરેક મજુર કરોડપતિ બની ગયા હતા.

3. આ મંદિરને બનાવવા વાળા મજુર સમયનું મહત્વ સારી રીતે સમજતા હતા અને ઘણા મહેનતુ હતા. કારણ કે દિલવાડા જૈન મંદિરના નિર્માણ સમયે મજૂરોને જમવા માટે 2 કલાકનો સમય આપવામાં આવતો હતો. પણ એ મજૂરોએ ફક્ત અડધો કલાક જ જમવામાં વાપર્યો અને બાકીનો સમય એટલે કે દોઢ કલાક એમણે મંદિરના નિર્માણમાં વાપર્યો.

4. આ પ્રસિદ્ધ દિલવાડા જૈન મંદિર ઘણી મોટી હસ્તીઓના દર્શનનું સાક્ષી રહી ચુક્યા છે. દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ, અને પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પણ આના દર્શન કર્યા હતા. એ પછી દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સહીત ઘણા મોટા વ્યક્તિઓ આ મંદિરને જોવા માટે અહીં આવતા હતા.

5. જેમ કે અમે આગળ જણાવ્યું એમ આ દિલવાડા જૈન મંદિર હકીકતમાં પાંચ મંદિરોનો સમૂહ છે. આ મંદિરોનું નિર્માણ 11 મી થી 13 મી શદી વચ્ચે થયું હતું. મંદિરનો એક-એક ભાગ એવી રીતે કોતરવામાં આવ્યો છે કે એવું લાગે છે કે જાણે હમણાં જ તે બોલી ઉઠશે.

6. આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે, કે આ ત્રણ માળ વાળા મંદિરના નિર્માણમાં અહીં કામ કરવા વાળા મજુરોએ પણ આર્થિક મદદ કરી હતી, જેમને મજૂરીના રૂપમાં આરસપહાણ પર કામ કરવાથી નીકળતા ભુકા બરાબર સોનુ વજન કરીને આપવામાં આવતું હતું.

7. આ મંદિર વિષે એવું પણ કહેવામાં આવે છે, કે જયારે આ મંદિરનું નિર્માણ શરુ થયું ત્યારે અહી ફક્ત જંગલ હતા. અને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, કે આટલા ભારે આરસપહાણ અને માર્બલના પથ્થરને હાથી દ્વારા લાવવામાં આવ્યા હશે.

8. જાણીને આશ્ચર્ય થશે કે દિલવાડા જૈન મંદિરને રાજસ્થાનનું ‘મીની તાજમહેલ’ પણ કહેવામાં આવે છે, તેમજ આ દિલવાડા જૈન મંદિર દેશના એ પાંચ મંદિરોમાં શામેલ થાય છે, જેમના નિર્માણને હજુ પણ રહસ્ય માનવામાં આવે છે.