11 હજાર રૂપિયામાં કેરળ ફરવાની છે તક, 6 દિવસનું છે ટુર પૈકેજ જાણો વધુ વિગત.

0
1652

આપણા દેશ ભારતમાં ફરવા માટે એટલા સુંદર અને રમણીય સ્થળો રહેલા છે, કે આપણે ત્યાં જઈને આપણા મનમાં એકદમ શાંતીનો અનુભવી કરીએ છીએ. અને ત્યાં ફરવા જવા માટે સરકાર તરફથી પણ ઘણીં સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. બસમાં જવા માટે આખી બસનું બુકિંગ કરાવવાની સુવિધા આપવામાં આવી છે.

રેલ્વેમાં મુસાફરી કરવી હોય, તો તેમાં પણ આખા કોચનું તથા આખી સ્પેશ્યલ ટ્રેનનું પણ બુકિંગ થઇ શકે છે, અને તે પણ સામાન્ય ભાડા કરતા થોડું વધુ ભાડામાં કરાવી શકાય છે. તે ઉપરાંત રેલ્વે દ્વારા ટુર પેકેજ પણ બહાર પાડવામાં આવતા હોય છે, હાલમાં રેલ્વે એ કેરળના પ્રવાસ ઉપર જવા માટે એક ટુર પેકેજ બહાર પાડ્યું છે.

ભારતના દક્ષિણી રાજ્ય કેરળની સુંદરતા દેશ વિદેશી પ્રવાસીઓને ઘણા આકર્ષે છે :-

ભારતના દક્ષિણી રાજ્ય કેરળની સુંદરતા દેશ વિદેશના પ્રવાસીઓને ઘણા આકર્ષે છે. કેરળ પોતાના કલ્ચર માટે દેશભરમાં પ્રસિદ્ધ છે. જો તમે પણ કેરળ ફરવાનું આયોજન કરી રહ્યા છો, તો આઈઆરસીટીસી (IRCTC)ની ટુર પેકેજ તમારા માટે સારો વિકલ્પ હોઈ શકે છે. આઈઆરસીટીસી ૧૧,૩૮૦ રૂપિયામાં કેરળની ટુર પેકેજ ઓફર કરી રહી છે. આ ટુર પેકેજ હેઠળ ટ્રીપલ ઓક્યુપેંસી હેઠળ થર્ડ એસી ક્લાસની ટીકીટ આવવા જવા માટે આપી રહ્યા છે.

૬ દિવસની છે આ ટુર પેકેજ પાંચ રાત અને છ દિવસ છે. ટુર પેકેજ હેઠળ કોચીન, મુન્નાર અને એલેપ્સી ફેરવવામાં આવશે. આ ટુર પેકેજ દર મંગળવારથી શરુ થાય છે. આ ટુર પેકેજમાં સવારનો નાસ્તો, ટ્રેનની ટીકીટ અને હોટલનો ખર્ચ સામેલ છે. આ પેકેજ માટે સબરી એક્સપ્રેસ ટ્રેન સવારે ૧૧.૪૦ ઉપર સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનથી ઉપડશે.

આ નથી સામેલ :-

ટુર પેકેજ હેઠળ કોચીન, મુન્નાર અને એલેપ્પીમાં એક રાત રોકાવાનું પણ સાથે આવી જાય છે. આ ટુર પેકેજમાં લંચ, રાત્રિનું ભોજન વગેરેનો સમાવેશ નથી. આ ટુર વિષે વધુ જાણકારી માટે અને તમારા માટે ટુરનું બુકિંગ કરાવવા માટે તમે આઈઆરસીટીસીની વેબસાઈટ https://www.irctctourism. com ઉપર જાવ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.