રસ્તો બનાવવા થઇ રહ્યું હતું ખોદકામ, નીકળી ખોપડીઓ, મળ્યા 100 હાડપિંજર

0
785

ખોદકામ દરમિયાન મળ્યા 100 હાડપિંજર, ખોપડીઓ વગેરે, 70 ટકા હાડપિંજર બાળકોના

યુરોપના પોલેંડમાં એક રસ્તો બનાવવા માટે થઈ રહેલા ખોદકામ દરમિયાન તે સમયે લોકોના હોશ ઉડી ગયા જયારે માટી અને પથ્થરની જગ્યાએ અચાનક એક પછી એક માણસોની ખોપડીઓ નીકળવા લાગો. અહીં ખોદકામમાં એક, બે નહિ પણ 115 હાડપિંજર મળ્યા છે, જેમાં મોટાભાગના હાડપિંજર બાળકોના છે, અને તેમના મોં માં સિક્કા મળ્યા છે.

હકીકતમાં જે જગ્યાએ રસ્તાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, ત્યાં 16 મી સદીનું એક પ્રાચીન કબ્રસ્તાન મળ્યું છે, જેને રસ્તો બનાવવા માટે હટાવવામાં આવી રહ્યું છે. આ જગ્યા મહત્વપૂર્ણ માર્ગ પરિયોજનાનો ભાગ છે જે ગ્રીસથી લિથુઆનિયા સુધી ફેલાયેલો છે.

કબ્રસ્તાનમાં જેટલા પણ અવશેષ મળ્યા છે, તેમાં ઓછામાં ઓછા 70 ટકા હાડપિંજર બાળકોના હતા. તે દરેક અવશેષ 16 મી શતાબ્દીના છે. જાણકારોનું કહેવું છે કે, 16 મી શતાબ્દીમાં મૃતક લોકોના મોં માં સિક્કા મુકવામાં આવતા હશે. કારણ કે એવી માન્યતા હતી કે, આત્માને જીવિત અને મૃત લોકોની દુનિયાને વિભાજીત કરતી નદીને પાર લઇ જવા માટે ચુકવણીના રૂપમાં તેનો ઉપયોગ કરી શકાય.

પોડકર્પોકી પ્રાંતના નિસ્કો શહેર પાસે જિયોવમાં આ અવશેષો મળી આવ્યા છે. ધ ફર્સ્ટ ન્યુઝ અનુસાર નેશનલ રોડ્સ એંડ મોટરવેઝના જનરલ ડાયરેક્ટરે જણાવ્યું કે કુલ 115 હાડપિંજર અને પુરાતત્વીય ટિપ્પણીઓના આધાર પર, અમે એ નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે, જેટલા પણ હાડપીંજર મળ્યા છે, તેમાંથી 70 થી 80 ટકા બાળકોના છે.

16 મી શતાબ્દીના અંતમાં એક કબ્રસ્તાનના લેખિત ખાતા અને દંતકથાઓના આધાર પર કહેવામાં આવી રહ્યું છે કે, આ એક સામુહિક કબ્રસ્તાન ન હતું. પણ આ હાડપિંજરોને સાવચેતી પૂર્વક દાટવામાં આવ્યા હતા.

પુરાતત્ત્વવિદ્ એ જોઈને આશ્ચર્યચકિત થયા હતા કે, દરેક અવશેષોની પીઠ જમીન પર હતી, એક હાથ તેમના બીજા હાથ પર મુકવામાં આવ્યા હતા, અને તેમના મોં માં હજી પણ સિક્કા હતા.

આ સિક્કાઓને મૃતકોના મોટલ અથવા ઓબોલ કહેવામાં આવે છે. આ એક અત્યંત જૂની ખ્રિસ્તી પરંપરા છે. આ સિક્કાથી પુરાતત્ત્વવિદ્ શબોને દાટવાના સાચા સમયનું અનુમાન નથી લગાવી શકતા. તેનું કારણ એ છે કે, પોલેંડમાં અલગ અલગ શાશક દરમિયાન આ સિક્કા મળી આવ્યા છે. સૌથી નવો સિક્કો જૉન દ્વિતીય કાસિમિર વાસાના શાસનકાળનો છે, જે 1648 થી 1668 સુધી સત્તામાં રહ્યા હતા.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.