10 વર્ષથી દીકરીથી અલગ રહેતી હતી રેલવે સ્ટેશન પર ગીત ગાવા વાળી મહિલા, ફેમશ થઇ તો દોડતી આવી દીકરી.

0
1708

લતા મંગેશકરના અવાજ સાથે સરખામણી થતી રાનુ મંડલને હવે કોઈ પરિચયની જરૂર નથી. ૨ મિનીટના વિડીયોએ આ મહિલાને રાતોરાત સ્ટાર બનાવી દીધી. ત્યાં સુધી કે આ મહિલાને મોટી મોટી ઓફર્સ પણ મળવા લાગી છે. તેથી રાનુ મંડલ સાથે જોડાયેલા મોટા સમાચાર બહાર આવ્યા છે. રેલ્વે સ્ટેશન ઉપર ગીત ગાનારી મહિલાનો વિડીયો વાયરલ થયા પછી હવે પોતાનાનો સાથ મળી ગયો.

ખાસ કરીને રાનુ અને તેની દીકરી છેલ્લા ૧૦ વર્ષથી સંપર્કમાં ન હતા. તેવામાં માં દીકરીને ભેગા કરવામાં રાનુના ગીત વાળો વિડીયો મદદગાર સાબિત થયો. વિડીયો વાયરલ થયા પછી રાનુની દીકરીએ તેના ઘરે આવીને મુલાકાત કરી. દીકરીના આવવાથી રાનુને હવે આનંદનો પાર નથી રહ્યો. રાનુએ કહ્યું – આ મારું બીજું જીવન છે અને હવે હું તેને સારું બનાવવાનો પ્રયાસ કરીશ.

વિડીયો વાયરલ થયા પછી રાનુને ઘણી મોટી ઓફર્સ મળી રહી છે. રાનુને મુંબઈ, કેરળ અને બાંગ્લાદેશમાંથી ઓફર મળી છે. રાનુનો રેલ્વે સ્ટેશન ઉપર ગીત ગાતો વિડીયોએ તેને સ્ટાર બનાવી દીધી. રાનુના વિડીયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને ઘણા લોકોએ શેર કર્યો છે.

રાનુ મંડલ પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરની રહેવાસી છે. રાનુનો ઉછેર તેની આંટીએ કર્યો છે. રાનુએ નાની ઉંમરમાં જ માતાને ગુમાવી દીધી હતી. રાનુ પોતાનું ભરણપોષણ રેલ્વે સ્ટેશન ઉપર અને લોકલ ટ્રેનમાં ગીતો ગાઈને કરતી હતી. તે દરમિયાન રાનુનો ગીત ગાતો વિડીયો કોઈએ પશ્ચિમ બંગાળના રાનાઘાટ રેલ્વે સ્ટેશન ઉપર રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયા ઉપર શેર કરી દીધો હતો.

થોડા દિવસો પહેલા રાનુનો મેકઓવર પણ થયો છે. સોશિયલ મીડિયા ઉપર રાનુના મેકઓવરની તસ્વીરો ચર્ચાનો વિષય બનેલી છે. તસ્વીરોમાં પિંક લીપસ્ટીક સાથે હેયર ઓપન કરેલી છે. આ તસ્વીરોમાં રાનુને ઓળખવી પણ મુશ્કેલ બની રહી છે. જાણકારી મુજબ રાનુનો ટ્રાંસફોર્મેશન એક શો માટે કરવામાં આવ્યો છે. જેને શોના મેકર્સે સ્પોન્સર કર્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.