10 સંકેત જે તમને જણાવે છે કે તમે નાછૂટકે રિલેશનશિપમાં છો.

0
674

આપણે સંબંધોની શરુઆત એ વિચાર સાથે કરીએ છીએ કે આ રીલેશનશીપ હવે જીવનભર ચાલશે. કદાચ હંમેશા માટે. તમે તમારા પાર્ટનર સાથે તમારા સોનેરી ભવિષ્યના સપના જોવા લાગો છો. ત્યાં સુધી કે ઘર ગૃહસ્થીનું આયોજન પણ કરી લો છો. પરંતુ થોડા મહિના કે વર્ષ સાથે રહ્યા પછી તમને એ સમજાય છે કે કાંઈક બદલાઈ ગયું છે, પહેલા જેવી એ વાત નથી રહી. તમે પોતે છેતરાયા હોય તેવો અનુભવ કરો છો. તમે એ વાત ઉપર પણ શંકા કરવા લાગો છો કે ભવિષ્યમાં આ પાર્ટનર સાથે જીવન પસાર કરી શકીશું કે નહિ. તમે સંબંધોમાં કમીટેડનું વિચારીને ચુપ રહી જાવ છો.

જો એ તમામ વાતો તમારા ઉપર લાગુ પડે છે, તો સમજી જાવ કે તમે આ સંબંધોને બળજબરી પૂર્વક નિભાવી રહ્યા છો. અહિયાં અમે તમને એવા ૧૦ સંકેતો વિષે જણાવી રહ્યા છીએ, જેથી તમે તમારી સ્થિતિને સરળતાથી સમજી શકો.

૧. બેદરકારીભર્યું વલણ :-

તમને લાગે છે કે તમારા સાથી ન તો પોતાના ઉપર ધ્યાન આપે છે ન તો તમારી ઉપર અને ન તો આ સંબંધ ઉપર. ત્યાં સુધી કે તે પોતાની પ્રગતી અને કારકિર્દીમાં પણ પાછળ રહે છે. તો તમે એ વિચારીને ખુશ ન થાવ કે તમે તેનાથી સારા છો. કેમ કે તે તમારા પાર્ટનરની ખામી દર્શાવે છે.

કોઈપણ સંબંધમાં બેલેન્સ હોવું જરૂરી છે. જો રીલેશનશીપમાં બેલેન્સ નહિ હોય તો તે નારાજગી અને ઝગડાનું સ્વરૂપ લઇ લેશે. ખાસ કરીને એવા લોકો પોતાની અંદર વધુ ફેરફાર નથી કરી શકતા. કેમ કે તે તેમના સ્વભાવનો ભાગ બની જાય છે. તો તમે પોતે તમારી જાતને એ પ્રશ્ન પૂછો કે શું તમે એવા પાર્ટનર સાથે જીવન પસાર કરવા માટે તૈયાર છો. જો હા તો કેવી રીતે.

૨. જયારે નાની મુશ્કેલી બનવા લાગે મોટી :-

સંબંધની શરુઆતમાં તો તમે નાની નાની મુશ્કેલીઓને ધ્યાન બહાર કરી. સામે વાળાની ખુશી માટે જે વાતો ઉપર તમારી સહમતી ન હતી, તેને પણ અપનાવી. પરંતુ હવે તમને એવો અહેસાસ થઇ રહ્યો છે કે થોડી મુશ્કેલીઓ તો દુર થવાનું નામ જ નથી લઇ રહી અને દિવસે દિવસે વધતી જાય છે.

૩. જયારે રીલેશનશીપ લાગવા લાગે સમયનો બગાડ :-

તમને લાગે છે કે જે સમય તમે એ સંબંધ નિભાવવામાં બગાડી રહ્યા છો, તેનો સદઉપયોગ ક્યાંક બીજે કરવામાં આવી શકે છે. તમારી ઉંમર ભલે કેટલી પણ હોય. તમે જો આ સંબંધમાંથી નીકળવા માગો છો, તો નીકળી જાવ. કેમ કે સમય ઘણો કિંમતી હોય છે. એટલા માટે તેનો બગાડ ન કરો. જરૂરી નથી કે આ તમારો છેલ્લો સંબંધ છે, જીવન બીજી તક પણ આપે છે.

૪. જયારે પુરા થઇ જાય લાગણીશીલ સંબંધ :-

કોઈપણ સંબંધને જાળવી રાખવા માટે લાગણીશીલ સંબંધ હોવા ઘણા જરૂરી છે. તમને પણ લાગે છે કે તમારા બંને વચ્ચેના લાગણીશીલ સંબંધ પુરા થઇ ગયા છે. તે પાર્ટનર તરફથી પુરા થયા હોય કે બંને તરફથી પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે તે તમારા સંબંધના ભવિષ્ય માટે સારું નથી.

તમે તમારા સંબંધને સુધરવાની તક આપો, પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે જો એકબીજાના માંથી સંબંધ ઓછા થઇ ગયા તો તમે એ સંબંધને બળજબરી પૂર્વક નિભાવી રહ્યા છો.

૫. જો વધવા લાગે બેચેની :-

તમને તમારી અંદર એક હલચલનો અનુભવ થઇ રહ્યો છે, એવું લાગે છે કે તમે શ્વાસ નથી લઇ શકતા. તમે પોતાને ફસાયેલા અનુભવી રહ્યા છો અને જીવનમાં આગળ વધવા માગો છો. તેનો અર્થ એ છે કે તમને આ સંબંધમાં એ બધું નથી મળી રહ્યું, જે તમને જોડી રાખે અને તમારી રૂચી જળવાઈ રહે.

૬. પોતાનામાં ભટકી ગયા જેવો અનુભવ થવો :-

ચોક્કસ તમે કોઈ બીજા સાથે સ્વીકાર નથી કરવા માંગતા, પરંતુ તમે એ વાતનો સ્વીકાર કરો છો કે તમે વહેલી તકે બીજા પ્રત્યે આકર્ષિત થવા લાગો છો. તમે આ ફેરફાર ઉપર ધ્યાન આપો અને વિચારો કે ખરેખર એવું કેમ થઇ રહ્યું છે. આ ફેરફાર તમને શું દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોઈ સંબંધને બળજબરી પૂર્વક નિભાવવાથી તમે તમારા જીવનમાં વધુ પાછા પડી શકો છો.

૭. મિત્રોની વાતોને ન કરો ધ્યાન બહાર :-

આપણા મિત્ર આપણા જીવનનો વિશેષ ભાગ હોય છે. આપણા પોતાના જે આપણેને પ્રેમ કરે છે, તે આપણા સુખ દુઃખને ઓળખી લે છે. જો તમારા મિત્ર તમને એવા પ્રશ્ન પૂછવા લાગે, કે શું તમે આ રીલેશનશીપથી ખુશ છો? શું તમે આ સંબંધને આગળ વધારવા માટે તૈયાર છો?, શું તમે આ સંબંધમાંથી બહાર નીકળવાનું વિચારી રહ્યા છો? કે પછી એવા પ્રશ્ન કે શું તમને નથી દેખાતું કે તમે કોઈ સારા માણસને ડીજર્વ કરો છો? તો તેમની એ વાતો ઉપર વિચાર જરૂર કરો. યાદ રાખો તમારા મિત્રો માટે તમે મહત્વ ધરાવો છો અને તે પણ તમારા માટે મહત્વના છે.

૮. પાર્ટનરના બદલવાની રાહ :-

કોઈ વ્યક્તિને સુધરવાની આશા રાખવી અને તેના માટે તેનો હિંમતપૂર્વક સામનો કરવો અલગ વાત છે અને કોઈને એકદમ બદલાઈ જવાની રાહ જોવી અલગ વસ્તુ છે. કોઈની અંદર કોઈ ખામી હોય તો તેને સુધારી શકાય છે પરંતુ જો કોઈને એકદમથી બદલવા હોય તો તે શક્ય નથી, તમે કોઈના મૂળ સ્વભાવને સુધારી નથી શકતા.

શું તમે મહીના ભર સુધી તમારા પાર્ટનરને બદલવાની રાહ જોયા કરો છો, તેનો અર્થ તમે મજબુરીમાં આ સંબંધ નિભાવી રહ્યા છો.

૯. જયારે મગજમાં ફરવા લાગે પ્રશ્ન :-

ક્રીટીકલ કંડીશનમાં તમારા સંબંધો વિષે ફરી વખત વિચારવું સારી વાત છે. આમ પણ ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો સારી વાત નથી હોતી, પરંતુ તે વાતોને ધ્યાન બહાર કરવી પણ યોગ્ય નથી, જે તમારા માટે ચિંતાનો વિષય છે. જો તમારા પાર્ટનર વિષે કે પછી આ રીલેશનશીપને લઈને કોઈ મહત્વના પ્રશ્નો તમારા મનમાં હોય, તો તેના વિષે ગંભીરતાથી જરૂર વિચારો.

૧૦. બ્રેકઅપ વિષે વાત ન કરી શકવું :-

કોઈપણ સંબંધને પૂરો કરવામાં તકલીફ થાય છે અને આપણે બધા આ તકલીફને ટાળવા માંગીએ છીએ. ઘણા લોકો પોતાની રીલેશનશીપને સહન કરતા રહે છે, જયારે સાચું એ હોય છે કે તે બંને સાથે ખુશ નથી હોતા. એવા સંબંધોમાં સાથે રહેવું તમારા અને તમારા પાર્ટનરના સમયનો બગાડ છે, દયા કરવાને બદલે તમારા બંનેનું જુદું થઇ જવું ઉત્તમ છે, જેથી તમે પોતાના માટે કોઈ એવાને શોધી શકો, જે તમારા માટે બનેલા હોય.

આ માહિતી મેન્સએક્સપી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.