આ તારીખ થી દેશમાં ગમે ત્યાંથી લઇ શકશો તમારું રાશન, ‘વન નેશન, વન રેશન કાર્ડ’ યોજના થશે શરુ

0
1813

આંધપ્રદેશ, તેલંગાના, ગુજરાત અને મહારાષ્ટ્રમાં યોજના સત્તાવાર શરુઆત આજે, બીજા રાજ્યો સાથે ટૂંક સમયમાં જોડાવાની અપીલ

ચાર રાજ્યોમાં ૧ ઓગસ્ટથી કામ કરી રહેલી વન નેશન, વન નેશન રેશન કાર્ડ સ્કીમ

કેન્દ્રીય ખાદ્ય અને નાગરિક આપૂર્તિ મંત્રી રામવિલાસ પાસવાને શુક્રવારના રોજ ‘વન નેશન, વન રાશન કાર્ડ’ ના પાયલોટ પ્રોજેક્ટનું સત્તાવાર ઓનલાઈન ઉદ્ઘાટન કરી દીધું. આ પાયલોટ પ્રોજેક્ટ આંધ્રપ્રદેશ, તેલંગાના અને ગુજરાત, મહારાષ્ટ્રમાં શરુ કરવામાં આવ્યો છે. તેની હેઠળ આ રાજ્યોના કોઈપણ રાશન કાર્ડધારક બંને માંથી કોઈપણ રાજ્યમાં કોઈપણ દુકાન માંથી પોતાનું રેશન કાર્ડ ખરીદી શકો છો.

આજે ‘વન નેશન, વન રેશન કાર્ડ’ યોજનાના પાયલોટ પ્રોજેક્ટ તરીકે આંધ્રપ્રદેશ, તેલંગાના અને ગુજરાત, મહારાષ્ટ્ર વચ્ચે કાર્ડ પોર્ટેબીલીટીની સુવિધાનું સત્તાવાર ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું અને વિડીયો કોન્ફેસિંગ દ્વારા યોજના સંચાલનની સમીક્ષા કરી.

૧ જુન ૨૦૨૦થી આખા દેશમાં લાગુ થશે નવી સેવા

આ સમયે સંવાદદાતાઓ સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે ‘વન નેશન, વન રાશન કાર્ડ’ યોજના ૧ જુન ૨૦૨૦ થી આખા દેશમાં લાગુ થઇ જશે. તેમણે જણાવ્યું કે આ યોજનાનો સંપૂર્ણ અમલમાં આવ્યા પછી દેશના કોઈપણ રેશન કાર્ડ ધારક દેશના કોઈ પણ રાજ્યમાંથી કોઈ પણ પીડીએસ દુકાનેથી પોતાનું રાશન ખરીદી શકશે. આ યોજનાનો સૌથી વધુ લાભ તે લોકોને મળશે, જે નોકરી અંગે બીજા રાજ્યોમાં રહે છે. એવા લોકોને હવે સ્થાનિક ક્ષેત્ર ઉપર રેશન કાર્ડ બનાવરાવવાની જરૂર નહિ રહે.

તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાના, પંજાબ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરલ, રાજસ્થાન અને ત્રિપુરામાં સાર્વજનિક વિતરણ પ્રણાલી સંપૂર્ણ રીતે કોમ્યુટરાઈઝ છે અને સૌથી એ રાજ્યોને એકબીજા સાથે જોડવામાં આવશે. આખા દેશમાં ૪.૨૫ લાખ સાર્વજનિક વિતરણ પ્રણાલીની દુકાનો છે.

વિડીયો કોન્ફરન્સ દ્વારા મહારાષ્ટ્રના એક લાભાર્થીને ગુજરાતની એક રેશનીંગની દુકાનેથી અને ગુજરાતના લાભાર્થીને મહારાષ્ટ્રની દુકાનેથી, કોઈ મુશ્કેલી વગર પોતાને મળતું અનાજ લેતા જોયા અને લાભાર્થીઓ સાથે વાત પણ કરી.

વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી સમીક્ષા

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આંધ્રપ્રદેશ, તેલંગાના, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજના સંચાલનની સમીક્ષા કરવામાં આવી. તે દરમિયાન મહારાષ્ટ્રના એક લાભાર્થીને ગુજરાતની એક રેશનકાર્ડની દુકાનેથી અને ગુજરાતના લાભાર્થીને મહારાષ્ટ્રની એક દુકાનેથી કોઈપણ પ્રકારની તકલીફ વગર પોતાને મળતું અનાજ ખરીદતા જોયા. કેન્દ્રીય મંત્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા લાભાર્થીઓ સાથે વાત પણ કરી.

પીડીએસ દુકાનો ઉપર લગાવવામાં આવશે મશીનો

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ યોજનાને આખા દેશમાં લાગુ કરવા માટે તમામ પીડીએસ દુકાનો ઉપર પીઓએસ મશીનો લગાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે જેમ જેમ રાજ્ય પીડીએસ દુકાનો ઉપર ૧૦૦ ટકા પીઓએસ મશીનના રહેવાલ આપશે, તેમ તેમ તેને ‘વન નેશન, વન રાશન કાર્ડ’ યોજનામાં જોડી દેવામાં આવશે. પાસવાને જણાવ્યું કે આ યોજનાનો હેતુ લાભાર્થીઓને સ્વત્રંત્રતા આપવાનો છે. જેથી તે કોઈ પીડીએસ દુકાન સાથે બંધાયેલા ન રહે. તેનાથી દુકાન માલિકો ઉપર આધારીત રહેવાનું ઘટશે અને ભ્રષ્ટાચારમાં પણ ઘટાડો આવશે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.