1 એવો કાગડો જે આ માણસ સાથે લઇ રહ્યો છે બદલો, તે જ્યાં જાય છે ત્યાં પહોંચી જાય છે, વાંચો આખો મામલો.

0
740

શિવાનું કહેવું છે કે પહેલા તે પોતાના ઘરેથી આરામથી નીકળતો હતો, પરંતુ હવે મારી સુરક્ષા માટે દિવસે પણ લાકડી સાથે નીકળવું પડે છે. તેમણે જણાવ્યું કે એટલા માટે તે રાત્રે અંધારામાં ઘરેથી નીકળે છે. દિવસે નીકળવાનું ટાળે છે.

શિવપુરી : તમે વાર્તાઓમાં હંમેશા નાગણના બદલાની વાર્તા સાંભળી હશે, પરંતુ શું ક્યારે પણ તમે કાગડાનો કોઈ સાથે બદલો લેતા હોય તેવું સાંભળ્યું છે? વાત થોડી વિચિત્ર છે, પરંતુ તે સાચી છે. જે મધ્યપદેશના શિવપૂરીમાં સમાચારોમાં છવાયેલા છે.

ઘટના શિવપુરી જીલ્લાના બદરવાસ જનપદના સુમેલા ગામની છે, અહિયાં રહેતા શિવા કેવટ હાલના દિવસોમાં ઘણા દુઃખી છે, કેમ કે એક કાગડો તેની સાથે ત્રણ વર્ષથી બદલો લઇ રહ્યો છે. શિવાનો આરોપ છે કે જયારે પણ તે ઘરની બહાર કે પોતાના કામ ઉપર નીકળે છે, તો કાગડો તેને હેરાન કરે છે.

તેમણે જણાવ્યું કે કાગડો પોતાનો ગુસ્સો કાઢવા માટે તેના માથામાં ચાંચ મારે છે. શિવાએ જણાવ્યું કે ચાંચ મારી મારીને તેના માથામાં કાગડાએ ખાડા કરી દીધા છે.

શિવાનાં જણાવ્યા મુજબ પહેલા તે ઘરેથી આરામથી નીકળતો હતો, પરંતુ હવે મારી સુરક્ષા માટે દિવસે પણ લાકડી સાથે નીકળવું પડે છે. તેમણે જણાવ્યું કે એટલા માટે તે રાત્રે અંધારામાં ઘરેથી નીકળે છે.

આ ઘટના પાછળનું કારણ જણાવતા તેમણે જણાવ્યું કે લગભગ ૩ વર્ષ પહેલા તે પોતાના ગામથી બદરવાસ આવી રહ્યો હતો. ત્યારે તેણે જાળીમાં ફસાયેલા એક કાગડાનું બચ્ચું જોયું. તેણે તેને કાઢવાનો પ્રયાસ કર્યો તો તે મરી ગયું. તેણે તે દિવસથી આ ઘટના ચાલુ છે. તેમણે જણાવ્યું કે પહેલા તો સમજાયું નહિ કે આવું કેમ બની રહ્યું છે, પરંતુ પછી તેને યાદ આવ્યું કે એક દિવસ કાગડાના બચ્ચાને જાળી માંથી કાઢતી વખતે તે મરી ગયું હતું, તે દિવસથી તે મને હેરાન કરી રહ્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જીન્યૂજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડિયો :