1 ઓગસ્ટથી થશે બુધનું રાશિ પરિવર્તન, તેનાથી આ 6 રાશિઓનો શરુ થશે સારો સમય

0
290

બુધના રાશિ પરિવર્તનને કારણે આ 6 રાશિઓ માટે છે લાભ દાયક, જાણો કઈ છે તે રાશિઓ

1 ઓગસ્ટે બુધ ગ્રહ રાશિ બદલીને કર્કમાં આવશે. કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્ર અનુસાર બુધના રાશિ બદલવાથી ઇન્ટરનેટ સાથે જોડાયેલા લોકો, કોમ્યુનિકેશન, શેયર બજાર, કમોડિટી, મીડિયા, બેંકિંગ સેક્ટર અને રિસર્ચ ફિલ્ડ સાથે જોડાયેલા લોકોના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તન થઈ શકે છે.

પંડિત મિશ્રએ જણાવ્યું કે, બુધના રાશિ પરિવર્તનથી મેષ, વૃષભ, મિથુન, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિવાળા લોકોને ફાયદો અને ધન લાભ થઈ શકે છે. તેમના શિવાય કુંભ અને મીન રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. તેમજ કર્ક, સિંહ, ધનુ અને મકર રાશિવાળા લોકોએ સાચવીને રહેવું પડશે. બધી રાશિઓ પર બુધની આ અસર 17 ઓગસ્ટ સુધી રહેશે.

જ્યોતિષાચાર્ય પંડિત મિશ્ર અનુસાર 12 રાશિઓનું ફળ :

મેષ : બુધના રાશિ બદલવાથી નોકરી કરતા લોકો માટે સમય સારો રહેશે. જરૂરી કામ પુરા થશે. સફળતા મળી શકે છે. આ રાશિના બેરોજગાર લોકોને નવી નોકરી મળવાની શક્યતા છે. લેવડ-દેવડ અને રોકાણ સંબંધી બાબતોમાં ફાયદો થઈ શકે છે. પ્રોપર્ટી સંબંધી કામ પુરા થઈ જશે.

વૃષભ : બુદ્ધના પ્રભાવથી સાહસ અને પરાક્રમ વધશે. ફાયદાવાળો સમય રહેશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. નોકરી અને બિઝનેસના અટકેલા કામ પુરા થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં ફાયદો મળશે. લોન અથવા ઉધાર લીધેલા પૈસા ચૂકવી દેશો.

મિથુન : ઘરમાં ચાલી રહેલા તણાવથી મુક્તિ મળશે. સ્કિન સાથે જોડાયેલી મુશ્કેલી દૂર થઈ શકે છે. નોકરી અને બિઝનેસની સાથે સાથે એક્સ્ટ્રા અવાકના સોર્સ પણ મળી શકે છે. સેવિંગ વધારવાનું પ્લાનિંગ થશે. રોકાણ અને લેવડદેવડમાં પણ ફાયદો થઈ શકે છે. ઘન લાભના યોગ બનશે.

કર્ક : બુધના રાશિ બદલવાથી સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી થઈ શકે છે. ધન લાભના યોગ તો બની રહ્યા છે, પણ ખર્ચ પણ વધી શકે છે. કામ કરવાની રીતમાં સુધારો લાવવાની જરૂર છે. જો તમે કામ ટાળો છો, તો આવનારા દિવસોમાં મુશ્કેલી વધી શકે છે.

સિંહ : ધન-આર્થિક સ્થિતિમાં પરિવર્તન થઈ શકે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ પણ આવી શકે છે. વિદેશ યાત્રા અથવા ફાયદાની ઈચ્છાથી થવા વાળી યાત્રાઓમાં અડચણ આવી શકે છે. જીવનમાં સમસ્યાઓ વધી શકે છે. તણાવ રહેશે. પોતાને સંભાળવા પડશે. નકારાત્મક વિચાર પણ રહેશે.

કન્યા : બુધની સારી સ્થિતિથી ધન લાભ અને ફાયદાના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. નોકરી કરતા અને બિઝનેસ કરતા લોકોને આગળ વધવાની તક મળી શકે છે. નવા કામોની યોજનાઓ બનશે. સંતાન સુખ મળશે. સંચારના સાધનોથી પણ સુખ મળવાના યોગ બની રહ્યા છે.

તુલા : નોકરી અને બિઝનેસ સાથે જોડાયેલી સમસ્યાઓ ખતમ થઈ શકે છે. પરિવારવાળા અને પિતા સાથે કોઈ વિવાદ છે, તો તે ઉકેલાઈ શકે છે. અધિકારીઓ અને મોટા લોકોની મદદ મળી શકે છે. કામકાજમાં નવી જવાબદારીઓ મળવાના યોગ બની રહ્યા છે. પ્રોપર્ટી સંબંધી કોઈ બાબત બગડી રહી છે તો તે ઉકેલાઈ જશે.

વૃશ્ચિક : સમય ઠીક રહેશે. પૈસા સાથે સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. ધાર્મિક કામોમાં મન લાગશે. પૂજા-પાઠ અને દાનથી આવનારા દિવસોમાં ફાયદો થઈ શકે છે. લાંબી યાત્રા થવાના યોગ બની રહ્યા છે, અથવા યોજનાઓ બનશે. લેવડ-દેવડ અને રોકાણમાં નસીબનો સાથ મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે.

ધનુ : બુધના પ્રભાવથી ધનુ રાશિવાળા લોકો માટે સમય સારો નથી. સમજી-વિચારીને જ કોઈ પણ નિર્ણય લેવો પડશે. સ્વાસ્થ્યને લઈને બેદરકારી ના કરો, નહિ તો મુશ્કેલી વધી શકે છે. પરિવાર વાળાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. નોકરી કરતા અને બિઝનેસ કરતા લોકોએ કામકાજમાં પણ ધ્યાન આપવું પડશે.

મકર : સંબંધોમાં મધુરતા આવશે. બિઝનેસ પાર્ટનર સાથે પણ સંબધોમાં સુધારો થશે. ભાગીદારીમાં બિઝનેસ કરવાવાળા લોકોએ વધારે વિચાર કરવાથી બચવું જોઈએ. મૂંઝવણમાં રહેશો. કારોબારમાં નુકશાન થઈ શકે છે. સમજી-વિચારીને બોલો. રોજિંદા કામોમાં અડચણ આવી શકે છે. કામકાજમાં પણ મન નહિ લાગે. નવા રોકાણનું મન બનશે, પણસમજી વિચારીને પૈસા લગાવો.

કુંભ : બુધના પ્રભાવથી ફાયદો થશે. આવક વધશે. સેવિંગ વધશે. લેવડ-દેવડ અને રોકાણમાં ફાયદો મળશે. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. નવી નોકરીની ઓફર મળી શકે છે. જોકે આવનારા દિવસોમાં સાચવીને રહેવું પડશે. સ્વાસ્થયને લઈને સાવચેત રહેવું પડશે. કોર્ટ-કચેરીની બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. શત્રુઓ પર જીત મળશે.

મીન : પડકાર પૂર્ણ સમય આવી શકે છે. એકાગ્રતામાં કમી આવી શકે છે. ખાસ રીતે શિક્ષણના ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકોએ સાવચેત રહેવું પડશે. તેની સાથે જ સુખ-સુવિધાઓમાં પણ ઘટાડો થઈ શકે છે. સંતાન પક્ષથી સારા સમાચાર મળી શકે છે. લવ-રિલેશનશિપ સારી હોઈ શકે છે. લાંબા સમયથી કોઈ ખાસ વ્યક્તિની પ્રતીક્ષા હવે ખતમ થઈ શકે છે. નવા સગા-સંબંધી અને મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.