3 પત્નીઓને એક સાથે દગો આપી રહ્યો હતો બિલ્ડર, યુવાન ક્રિકેટરના લગ્નમાં આવી રીતે ખુલી પોલ.

0
875

એક પીડિત મહિલાનું કહેવાનું છે કે આરોપી થોડા ક્રિકેટરો અને મોટા લોકો સાથે સંબંધ હોવાની વાત કહીને યુવતીઓને પોતાની જાળમાં ફસાવે છે.

નોયડા, જેએનએન, સેક્ટર-૩૯માં રહેતા એક બિલ્ડરે નામ બદલીને એક નહિ પરંતુ ત્રણ મહિલાઓ સાથે લગ્ન કરી લીધા. લગ્નના ઘણા વર્ષો પછી તેની સુંદરતાની પોલ ખૂલવાથી બિલ્ડરની બીજી પત્ની ધરા શર્માએ કોતવાલી સેક્ટર-૪૯માં તેની ઉપર છૂટાછેડા આપ્યા વગર લગ્ન કરવા અને એક કરોડ રૂપિયાથી વધુની છેતરપીંડી કરવા સહીત ઘણા આરોપોમાં રીપોર્ટ નોંધાવ્યો છે.

પોલીસે આ રીપોર્ટ ડીસ્ટ્રીકટ કોર્ટના આદેશ ઉપર નોંધી છે. તે પહેલા બિલ્ડરની પહેલી પત્ની રીમ્પી ચમોલા પણ એ આરોપ લગાવીને એપ્રિલ મહિનામાં રીપોર્ટ નોંધાવી ચુકી છે.

નોયડા સેક્ટર-૭૫માં રહેતી ધરા શર્મા ઉર્ફ શ્વેતા શર્માનું કહેવું છે કે સેક્ટર-૩૯ના રહેવાસી રાહુલ ચમોલા સાથે નવેમ્બર ૨૦૧૧માં તેમના લગ્ન થયા હતા. તેને બે દીકરા પણ છે. લગ્ન દરમિયાન તેના પિતાએ લગભગ ૪૫ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. તે પહેલા જ રાહુલે તેની પાસેથી ૧૫ લાખ રૂપિયા લીધા હતા.

લગ્ન પહેલા તેનું નામ શ્વેતા શર્મા હતું, પરંતુ રાહુલે તેનું નામ બદલીને ધરા શર્મા કરી દીધું અને પોતાનું નામ રાઘવ શર્મા રાખી દીધું. આરોપી લગ્ન પછીથી જ દહેજ માટે ત્રાસ આપવા લાગ્યો. તેણે ગાઝીયાબાદના ઇન્દિરાપૂરમમાં આવેલા તેના ફ્લેટને ૯૧ લાખ રૂપિયામાં વેચી દીધો અને બધા પૈસા લઇ લીધા. પૈસા ખલાસ થઇ ગયા પછી ફરી પૈસાની માંગણી કરવા લાગ્યો અને પૈસા ન મળ્યા તો તેને છોડીને પહેલી પત્ની સાથે રહેવા લાગ્યો.

ક્રિકેટરના લગ્નમાં ખુલી હતી બિલ્ડરની પોલ :-

પીડિત મહિલાનું કહેવું છે કે આરોપી થોડા ક્રિકેટરો અને મોટા લોકો સાથે સંબંધ હોવાની વાત કરીને યુવતી ઓને પોતાની જાળમાં ફસાવે છે. થોડા મહિના પહેલા તે દિલ્હીમાં આયોજિત એક ક્રિકેટરના લગ્નમાં લઈને ગયો હતો. તે દરમિયાન તેની પહેલી પત્ની પણ આવી હતી. તે છુપાઈને બન્ને સાથે મળીને વાતો કરી રહ્યો હતો. તેથી તેને શંકા ગઈ અને તપાસ કરવાથી તેની પોલ ખુલી ગઈ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.