શું તમારા બાળકની યાદશક્તિ કમજોર છે? તો આ ટિપ્સ દ્વારા તમે એમની યાદશક્તિ વધારી શકો છો

0
830

દરેક માતા પિતા એવું ઇચ્છે છે કે અમારું બાળક ભણી ગણીને એક સુખી જીવન પસાર કરે. જે સમસ્યાઓનો એમણે સામનો કર્યો છે એનો સામનો એમના બાળકોએ ન કરવો પડે. પણ એના માટે બાળકની યાદશક્તિ તેજ હોવી જરૂરી છે, અને એવું જરૂરી નથી કે દરેક બાળકની યાદશક્તિ સારી જ હોય છે. ઘણા બાળકોને ભણેલું યાદ રાખવામાં મુશ્કેલી અનુભવાતી હોય છે. અને જો એની યાદશક્તિ કમજોર હશે તો પછી તે નવી વસ્તુ નહી શીખી શકે અથવા પછી બાળકને નવી વસ્તુ શીખવામાં વધારે સમય લાગી શકે છે.

એન યાદશક્તિ કમજોર થવાથી સીધી અસર એમના અભ્યાસ પર પડે છે, એટલા માટે જરૂરી છે કે બાળકોની યાદશક્તિ વધારવા માટે અમુક ઉપાય કરવામાં આવે. અને આજે અમે તમને અમુક એવી ટિપ્સ જણાવવાના છીએ, જે બાળકોની યાદશક્તિને વધારવામાં તમારી મદદ કરી શકે છે. તો આવો જાણીએ કઈ છે એ ટિપ્સ.

બાળકો સાથે આખા દિવસ દરમ્યાન ચર્ચા કરો :

તમે બાળકો સાથે ઘણી બધી વાતો કરો. એમને પૂછો કે એની સ્કુલમાં શું શું કરાવ્યું, અભ્યાસ સિવાય બીજું શું કર્યું, એના મિત્રોના નામ શું છે? અને એના વિષે તે બીજું શું જાણે છે? એ બધું પૂછો. એ સિવાય તમે ક્યારેય બહાર ફરવા જાવ તો ઘરે આવીને એ જગ્યા વિશે પૂછવું. જેનાથી તમારું બાળક પાછળની વાતને યાદ કરશે અને એ વાત વિશે કઈ ને કઈ સ્ટોરી બનાવશે. આ બધી વસ્તુઓ એના મગજને સક્રિય રાખવામાં મદદ કરશે. અને જેમ બાળક એમનું મગજ દોડાવે છે એમ એનું મગજ સક્રિય બને છે.

પાઠને સમજવા મનમાં ચિત્ર બનાવવાનું કહો :

બાળકને કોઈ પણ પાઠ યાદ કરવામાં મુશ્કેલી થઇ રહી હોય, તો એને જણાવવું કે જયારે પણ કોઈ પાઠને વાંચે તો એના વિશે એના મનમાં ચિત્ર તૈયાર કરે. એવું કરવાથી તમારા બાળકને તે પાઠ યાદ રહેશે, અને બાળક એ પાઠને જલ્દી ભૂલી શકશે નહિ. એટલા માટે હંમેશા કોઈ પણ પાઠ વાંચવાનું ચાલુ કરે ત્યારે એના વિશે મનમાં ચિત્ર બનાવી લેવું જોઈએ, જેનાથી બાળકની યાદશક્તિ વધશે અને બધું યાદ રહેવા લાગશે.

રંગોની મદદથી અભ્યાસ કરાવો :

તમે પણ ઘરે બાળકને ભણાવો. અને એના માટે શબ્દો અને પંક્તિઓને અલગ અલગ રંગોથી અન્ડરલાઈન કરી એને શીખવાડો. આ રીતે તમારું બાળક રંગોના માધ્યમથી પાઠને યાદ રાખશે. આ રંગોમાં પણ એવા રંગોનો ઉપયોગ કરવો, જેનાથી એને કંઇક શીખવા મળે, જેમ કે કોઈ ખાસ પક્ષીનો રંગ બતાવવાની સાથે જ એની સાથે જોડાયેલ પાઠ પણ એને યાદ રહી જશે.

એક સાથે બધો અભ્યાસ ન કરાવવો :

તમારું બાળક એક જ દિવસમાં બધું યાદ કરી લેશે, એવો ભ્રમ મનમાં રાખવો નહિ. એટલા માટે એને થોડું થોડું શીખવો. પાઠને યાદ રાખવા માટે સરળ ટેક્નિક અપનાવો. અને બાળકને અભ્યાસ કરવા માટે બેસાડો ત્યારે એને ફોર્સ ન કરવો કે, તે એકસાથે બધા પાઠનો અભ્યાસ કરી લે. એકસાથે બધું વાંચવાથી એને ઓછું યાદ રહેશે.

તમે બાળક પાસેથી ભણો :

તમે તમારા બાળકને કહો કે તે તમને નાની નાની વાતો શીખવે, જેમ કે જોડકા કરવા અથવા પછી કોઈ અન્ય વિષયનો કોઈ પાઠ, ઘડિયા વગેરે વગેરે. અને એને આ બધી વસ્તુ મોટેથી બોલીને શીખવાડવા માટે કહો. એમ કરવાથી એ થોડું વધારે ધ્યાન આપીને ભણશે અને તમને શીખવાડતા સમયે એનું પુનરાવર્તન થશે. આદતોના કારણે તમારા બાળકની યાદશક્તિમાં વધારો થશે અને તમારું બાળક ભણવામાં પ્રગતિ કરશે.