ટ્રંપે કહ્યું, ‘ભારતમાં હવા અને પાણી ચોખ્ખું નથી, પર્યાવરણ બાબતે જવાબદારી નથી નિભાવી શક્યા.

0
1330

ટ્રંપે કહ્યું, ભારતમાં ન તો હવા શુદ્ધ છે અને ન તો પાણી, વાતાવરણ પ્રત્યે યોગ્ય રીતે નથી નિભાવવામાં આવી રહી જવાબદારી

આજકાલ વાતાવરણ અને પાણીમાં પદુષણ ઘણું જ વધી ગયેલું જોવા મળે છે, વાહનો, ઉદ્યોગો, આડેધડ વિજ્ઞાનનો ઉપયોગ વગેરેને કારણે આવા અનેક પ્રકારના પદુષણો જોવા મળે છે, અને આપણે ખરા દિલથી જવાબ આપીએ કે આ પદુષણ માટે કોણ જવાબદાર છે? તો તેનો જવાબ આપણેને જરૂર મળી જ જશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પોતાના બ્રિટેન પ્રવાસના છેલ્લા દિવસે હવામાન પરિવર્તનને લઈને તમામ દોષ ભારત, ચીન અને રશિયા ઉપર લગાવ્યા હતા. સાથે જ તેમણે ભાર પૂર્વક કહ્યું હતું કે અમેરિકાનું સૌથી શુદ્ધ હવામાન છે. તેમણે એક ટીવી ઈન્ટરવ્યું દરમિયાન બ્રિટીશ રાજવી કુટુંબના સભ્ય પ્રિન્સ ચાર્લ્સ સાથે મુલાકાત વિષે પૂછવામાં આવેલા પ્રશ્ન ઉપર આ વાતો કહી. ટ્રંપે કહ્યું કે આ ત્રણ દેશોમાં ન તો હવા સારી છે અને ન તો પાણી. તેમાંથી કોઈએ વાતાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નથી નિભાવી.

ટ્રંપે કહ્યું, અમે (ટ્રંપ, પ્રિન્સ ચાર્લ્સ) ૧૫ મિનીટની વાતચીત કરવાના હતા, પરંતુ મુલાકાત દોઢ કલાક સુધી ચાલી. મોટાભાગના સમયમાં તેઓ બોલતા રહ્યા. તે હવામાન ફેરફારમાં ઘણો રસ ધરાવે છે. મેં એ જરૂર કહ્યું કે તમામ આંકડા જોઈએ તો અમેરિકા સૌથી સ્વચ્છ હવામાન ધરાવતો દેશો માંથી એક છે.

તે સારું થઇ રહ્યું છે કેમ કે હું એ વાત સાથે સહમત છું કે આપણે સૌથી સારું પાણી, સૌથી સ્વચ્છ પાણીની ઈચ્છા ધરાવીએ છીએ.

ટ્રંપે કહ્યું, ચીન, ભારત, રશિયા અને ઘણા બીજા દેશી પાસે સારું પાણી નથી, સારી હવા નથી, પદુષણને લઈને પણ સમજણ નથી. જો તમે અમુક શહેરોમાં જશો, તમે શ્વાસ નહિ કરી શકો, તે પોતાની જવાબદારી નથી નિભાવતા.

રાષ્ટ્રપતિ ટ્રંપ બ્રિટનની ત્રણ દિવસના રાજકીય પ્રવાસ ઉપર હતા. ટ્રંપ અને બ્રિટેનના પ્રધાનમંત્રી ટેરીજા મેંએ જે મુદ્દા ઉપર વાત કરી, તેમાં હવામાન પરિવર્તનની પણ હતી. પરંતુ બ્રિટેનમાં ટ્રંપ વિરુદ્ધ પણ ઘણા સ્થળોએ દેખાવો યોજવામાં આવ્યા. લોકો અમેરિકાના આંતરિક કાયદા અને હવામાન ફેરફારને લઈને ટ્રંપ વિરુદ્ધ સુત્રોચાર કરી રહ્યા હતા.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.