ટોયોટા ઇનોવા ક્રિસ્ટાએ ગુમાવ્યું નંબર 1 નું સ્થાન, આ કાર બની દેશની ટોપ એમપીવી

0
2088

મારુતિએ પોતાનું નવું મોડલ એમપીવી કાર ગયા વર્ષના અંતમાં બહાર પાડી હતી. તે જાહેરાત પછી મારુતિ અર્ટીગા ઘણી પોપ્યુલર થઇ ગઈ. અર્ટીગાએ આ સેગમેંટમાં પહેલાથી જ રહેલી મહિન્દ્રા મરાજો અને રેનો લોજીને સીધા પડકારમાં વેચાણમાં આગળ નીકળી ગઈ. અને હવે તેની પોપ્યુલેરીટી એટલી વધી ગઈ છે કે તેણે આ સેગમેંટની ટોપ સેલિંગ કાર ઈનોવાને પડકાર આપીને તેને પાછળ રાખી દીધી છે.

મે, ૨૦૧૯માં મારુતિએ અર્ટીગાની ૮,૮૬૪ એકમોનું વેચાણ કર્યું, જયારે ટોયેટો પોતાની એમપીવી કાર ઈનોવા ક્રીસ્ટાના માત્ર ૫,૬૩૧ એકમોનું જ વેચાણ કરી શકી. તે મહેન્દ્રાએ અને એમપીવી કાર મરાજોના ૧૩૮૧ એકમોનું વેચાણ કર્યું, જો કે રેનો માત્ર ૪૯ એકમોનું જ વેચાણ કરી શકી. અર્ટીગાની વધતી પોપ્યુલેરેટીનો અંદાઝ તેની ઉપરથી લગાવી શકાય છે કે અર્ટીગા આ સેગમેંટનો નવો રાજા બની ગઈ છે. મારુતિએ અર્ટીગાને ગયા વર્ષે બહાર પાડી હતી.

આ સેગમેંટમાં હજુ સુધી ટોયેટાની એમપીવી કાર ઈનોવા ક્રીસ્ટા ઉત્તમ વેચાણ ધરાવતી કાર હતી. અને નવી અર્ટીગા જૂની કારની સરખામણીમાં માત્ર સાઈઝમાં જ વધુ મોટી નથી, પરંતુ તેનો લુક પણ સરસ છે. નવી અર્ટીગાએ મારુતિના લેટેસ્ટ HEARTECT પ્લેટફોર્મ ઉપર બનાવવામાં આવી હતી. નવી HEARTECTમાં માત્ર વધુ મોટી કેબીનની જગ્યા જ નથી મળતી, તે જૂની અર્ટીગાથી આ ૯૯ એમએમ વધુ લાંબી, ૪૦ એમએમ પહોળી અને ૫ એમએમ ઉંચી છે.

આ સેગમેંટમાં અર્ટીગા એક જ એવી કાર છે, જેમાં માઈલ્ડ હાઈબીડ સીસ્ટમ મળે છે. તે પહેલા મારુતિએ ૧.૫ લીટરના એન્જીન સાથે અર્ટીગા બહાર પાડી હતી, તેમાં સેડાન કાર સિયાજ વાળું જ એન્જીન લગાવેલું છે. અને હાલની અર્ટીગા ૩ એનીન ઓપ્શન ૧.૫ લીટર પેટ્રોલ, ૧.૫ લીટર ડીઝલ અને ૧.૩ લીટર ડીઝલ એન્જીન મળે છે. અર્ટીગાના ૬ સ્પીડ મેનુઅલ ટ્રાંસમિશન વાળું ૧.૫ લીટરનું ડીઝલ એન્જીન ૯૪ બીએચપીનો પાવર અને ૨૨૫ એનએમનો ટોર્ક આપે છે.

જયારે ૧.૩ લીટરનું DDiS ડીઝલ એન્જીન ૮૯ બીએચપીનો પાવર અને ૨૦૦ એનએમનો ટોર્ક આપે છે. આ એન્જીન સાથે SHVS માઈલ્ડ હાઈબીડ સીસ્ટમ મળે છે, જે ૨૫.૪૭ કી.મી. પ્રતિ લીટર માઈલેજ આપે છે. જયારે ૫ સ્પીડ મેનુઅલ અને ૪ સ્પીડ એએમટી સાથે આવતા ૧.૫ લીટરનું પેટ્રોલ એન્જીન ૧૦૪ બીએચપીનો પાવર અને ૧૩૮ એનએમ ટોર્ક આપે છે.

અને મરાજોના ઘટતા વેચાણથી ચિંતિત મહિન્દ્રાને પેટ્રોલ એન્જીન સાથે બહાર પાડી શકે છે. આ એન્જીનને દિવાળીની આસપાસ બહાર પાડવામાં આવી શકે છે. નવી મરાજોમાં ૧.૫ લીટરનું ૧૨૦ એચપીનું પાવર વાળું પેટ્રોલ એન્જીન આપવામાં આવી શકે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.