ક્યાં ખોવાઈ ગયા લોકોના દિલો પર રાજ કરવા વાળા કોમેડિયન ‘બ્રહ્માનંદમ’, જાણીને તમે પણ અચંબો પામી જશો

0
1476

ફિલ્મી દુનિયા જોવામાં ઘણી આકર્ષિત લાગે છે, પરંતુ અહિયાંના કલાકારોના જીવનમાં ઢગલાબંધ એવા રહસ્યો છુપાયેલા હોય છે, જેને તે ક્યારે પણ કોઈને શેર નથી કરતા. ફિલ્મી દુનિયા જેટલી મોટી છે, એટલા જ વધુ તેમાં કલાકાર પણ છે. જેમાંથી ઘણા બધા કલાકારોએ નાના પડદા ઉપરથી પોતાના કેરિયરની શરૂઆત કરી અને આજે તે સફળતાના શિખર ઉપર ઉભા છે. તેમાંથી આજે અમે એક કલાકારની વાત કરવા જઈ રહ્યા છીએ, તેને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોમેડી કિંગ કહેવામાં આવે છે. આ વ્યક્તિ કોઈ બીજા નહિ પરંતુ બ્રહ્માનંદમ છે. બ્રહ્માનંદમ સામાન્ય રીતે તેલુગુ ફિલ્મોમાં કોમેડી પાત્ર નિભાવતા જોવા મળેલા છે. તેની કોમેડીને કારણે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે.

એક હજાર ફિલ્મોમાં કરી ચુક્યા છે કામ :

બ્રહ્માનંદમના શરૂઆતથી જ એટલા ફેમસ ન હતા, પરંતુ તેમણે પોતાના અભિનયની શરુઆત એક નાના નાટક ‘મોદદાબાઈ’ થી કરી. તેમાં તેમનો અભિનય એટલો પસંદ કરવામાં આવ્યો કે તેને ‘ચંતાબાબાઈ’ નામની ફિલ્મમાં નાના રોલની ઓફર આપવામાં આવી. આ ફિલ્મ પછી તેમણે ક્યારે પણ પાછું વળીને જોયું નથી. દરેક નિર્દેશક તેને પોતાની ફિલ્મમાં લેવા અધીરા રહેતા હતા. કદાચ એ કારણ છે કે હજુ સુધી બ્રહ્માનંદમ ૧ હજારથી વધુ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે, જેના કારણે તેની પાસે પૈસા અને મિલકતની કોઈ કમી નથી. તેનો અભિનય અને સ્ટાઈલ લોકોને એટલું પસંદ છે કે દરેક તેના દીવાના થઇ જાય છે.

ઘણા સમયથી ફિલ્મો માંથી છે ગુમ :

એક સમયમાં બ્રહ્માનંદમ પાસે ફિલ્મોની એટલી બધી ઓફર્સ હતી કે તેની પાસે રજા ભોગવવાનો પણ સમય ન હતો. પરંતુ હવે છેલ્લા ઘણા સમયથી બ્રહ્માનંદમને કોઈ ફિલ્મમાં નથી જોવા મળ્યા. જેના કારણે તેના ફેંસ તેને ઘણા મિસ કરી રહ્યા છે. સુત્રોના જણવ્યા મુજબ તેને ફિલ્મોમાં અભિનય કરવાની ઓફર મળવાની બંધ થઇ ગઈ છે. ખાસ કરીને એકથી એક વધતી તેમની માંગણી જોઈને બ્રહ્માનંદમએ પોતાની ફી ડબલ કરી દીધી હતી. જેના કારણે નિર્દેશકોએ તેની જગ્યાએ બીજા કલાકારોને કામ કરવાની તક આપવાનું શરુ કરી દીધું. હાલમાં બ્રહ્માનંદમ એક શો માં જજ તરીકે જોવા મળી રહ્યા છે. પરંતુ તેમના ફેંસ હજુ પણ તેને ફિલ્મોમાં જોવા માટે અધીરા છે.

શું બીમાર છે બ્રહ્માનંદમ?

પોતાના ત્રણ દશકના ફિલ્મી કેરિયરમાં બ્રહ્માનંદમએ હજારથી વધુ ફિલ્મોમાં કામ કરીને ઘણી કમાણી કરી લીધી છે. એક સમયમાં તેના પરિવારની હાલત ઘણી ગંભીર હતી અને ગરીબીને કારણે તેમનું ભરણપોષણ પણ મુશ્કેલીથી થતું હતું. પરંતુ તેનું નસીબ જયારે ખુલ્યું અને જાણીતા ડાયરેક્ટર તેને ફિલ્મમાં કામ કરવાની તક આપી. ત્યાર પછી બ્રહ્માનંદમએ ક્યારે પણ પાછું વળીને જોયું નહિ. પરંતુ હવે ફિલ્મોમાં ઓફર ન મળવાને કારણે બ્રહ્માનંદમના ફેંસ ઘણા નિરાશ છે. સમાચારોના જણાવ્યા મુજબ હાલમાં જ બ્રહ્માનંદમને એક પ્રેસ રિપોર્ટરે ફિલ્મો ન મળવાનું કારણ પૂછ્યું. તેના જવાબમાં બ્રહ્માનંદમ પહેલા ચુપ રહ્યા પરંતુ પાછળથી તેમણે પોતાની તબિયત ખરાબ હોવા વિષે જણાવ્યું. બ્રહ્માનંદમના જણાવ્યા મુજબ આરોગ્યને લઇને તે શુટિંગ નથી કરી શકતા.